News of Saturday, 8th June 2024
જૂનાગઢનો શખ્સ ૧૯૯૬૦ના નશીલા પદાર્થનાં પાર્સલ સાથે ઝડપાયોઃ ૫૫,૮૮૦નો મુદ્દામાલ કબજે
એસઓજીનું સફળ ઓપરેશન, પાર્સલ મોકલનાર તુષાર જોશીની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮: જૂનાગઢના એક શખ્સને એસઓજીએ ૧૯૯૬૦ના નશીલા પદાર્થનાં પાર્સલ સાથે ઝડપી લઇ ૫૫,૮૮૦નો મુદ્દામાલ કબજે કરી પાર્સલ મોકલનાર તુષાર જોશીની શોધખોળ હાથ ધરી છે.
જૂનાગઢમાં કાળવા ચોક પાસે આવેલ ટ્રાવેલ્સની ઓફિસ ખાતેથી એક શખ્સ નશીલા પદાર્થોનું પાર્સલ લઈને આવી રહ્યો હોવાની બાતમી મળતા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી એસઓજીના પીઆઈ ચાવડા અને પીએસઆઇ શીતલ સોલંકી સહિતના સાથે વોચ ગોઠવી હતી.ᅠ
આ દરમિયાન જયશ્રી રોડ પરથી જીજે ૧૧ સીબી ૮૫૩૫ નંબરના એકટીવા પર ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલ વાલ્મિકી વાસમાં રહેતો ભરત ઉર્ફે પુરાના વાલજી બગડા નામનો ઈસમ નીકળતા તેને રોકીને તલાસી લેવામાં આવી હતી.
તલાસી દરમિયાન તેની પાસેથી રૂપિયા ૧૯,૯૬૦ની કિંમતના વનસ્પતિ જન્ય નસીલા પદાર્થો કેનાબીસ (મેરીજુઆના)નું પાર્સલ મળી આવતા ભરત ઉર્ફે પુરાનાની ધરપકડ કરી તેની પાસેથી નસીલા પદાર્થો ઉપરાંત મોપેડ તથા ટ્રાવેલ્સમાં મંગાવેલ પાર્સલની પહોંચ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૫૫,૮૮૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પૂછપરછમાં આ ઈસમે તુષાર જોશી નામના ઈસમ પાસેથી ટ્રાવેલ્સમાં મંગાવ્યું હોવાનું જણાવતા આ ઈસમ સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ બી ડિવિઝનના પીએસઆઇ પી. એમ. ગોરફાડે હાથ ધરી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
