News of Saturday, 8th June 2024
પરસોતમભાઇ સોલંકીના નકલી પીએની ઓળખ આપનાર જુનાગઢનો રાજેશ ઉર્ફે રાજુ જાદવ પાસા હેઠળ જેલ હવાલે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિઓ કરતા ઇસમો વિરૂધ્ધ કડક હાથે કામ લેવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે.
જીલ્લા મેજીસ્ટ્રેટ થી તથા કલેકર અનીલ રાણાવસિયા તરફ પોલીસ અધિક્ષક શ્રી મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જૂનાગઢ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત રાજેશ ઉર્ફે રાજુ જેન્તીભાઇ જાદવ, કોળી રહે. સીમાસી ગામ, શંકર મંદિર પાસે, તા. મેંદરડા જી. જુનાગઢ વાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતું.
જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇ. જે. જે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતાં.
દરમ્યાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો. સબ. ઇ. ડી. કે. ઝાલા તથા એ. એસ. આઇ. વિક્રમભાઇ ચાવડા, નિકુલ પટેલ તથા પો. હેડ કો. જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા પો. કો. ચેતનસિંહ સોલંકીને સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, પાસા વોરન્ટના આરોપી હાલ વાડવા ફાટક ગાર્ડન સીટી આવેલ પોતાના પુત્રના મકાને હોવાની બાતમી હકિકત આધારે તપાસ કરતા હાજર મળી આવતા આજરોજ તા. ૩-૬-ર૦ર૪ ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇ. જે. જે. પટેલ તથા પો. સ. ઇ. ડી. કે. ઝાલા તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કો. જીતેષ એચ. મારૂ, વનરાજસિંહ ચુડાસમા પોલીસ કો. ચેતનસિંહ સોલંકીને વિગેરે પોલીસ સ્ટાફે કરી છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
