News of Saturday, 8th June 2024
બામણબોર પંથકને રંજાડતો દિપડો અંતે પાંજરે પુરાયો

રાજકોટઃ બામણબોર પંથકમાં ઘણા દિવસથી દિપડાએ ધામા નાખ્યા હતાં અને અલગ અલગ વાડીઓમાં ત્રાટકી વાછરડીઓના મારણ કર્યા હતાં. પરમ દિવસે જીવાપરામં બાબુભાઇની વાડીમાં ત્રાટકી વાછરડીનું મારણ કર્યુ હતું. અહિ વન વિભાગની ટીમે પાંજરૂ મુક્યું હતું. દિપડાએ મારણ કરતાં વધેલા વાછરડીના મૃતદેહને જ પાંજરામાં ફરીથી રાખવામાં આવ્યો હતો. આ મારણની લાલચમાં તે પાંજરામાં આવતાં પુરાઇ ગયો હતો. બામણબોરથી બાબુલાલ ડાભીએ તસ્વીર મોકલી જણાવ્યું હતું કે દિપડો પાંજરે પુરાઇ જતાં બામણબોર પંથકના લોકોએ રાહત અનુભવી છે અને ભયનો માહોલ દુર થયો છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
