<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્‍તારમાં બી.એમ.ડબલ્‍યુ. કાર ટકરાતાં વીજપોલ ભાંગ્‍યો

કાર ચાલક પણ ઇજાગ્રસ્‍ત : વીજ તંત્ર દ્વારા મરામતની કાર્યવાહીઃ કારચાલક સામે રિકવરી કરવા માટે વીજતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાર્ઈં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૮, જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્‍તારમાં વહેલી સવારે આવી રહેલી જી.જે.૧૦ ડી.એ. ૩૦૫૭ નંબરની બી.એમ.ડબલ્‍યુ. કાર એક વિજ પોલ સાથે ટકરાઈ હતી, જેના કારણે વીજપોલ ભાંગ્‍યો હતો. જે અકસ્‍માતના બનાવમાં કાર ચાલક ઘાયલ થયો હોવાથી તેને તાત્‍કાલિક અસરથી પ્રાથમિક સારવાર માટે હોસ્‍પિટલમાં લઈ જવાયો હતો.

 આ અકસ્‍માત ના કારણે વીજ પોલ ભાંગી ગયો હોવાથી પીજીવીસીએલનું તંત્ર દોડતું થયું હતું, અને યુદ્ધના ધોરણે આસપાસના વિસ્‍તારનો વીજ પુરવઠો બંધ કરાવી દઇ નવો વીજપોલ ઉભો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 વીજપોલ તૂટીને કાર ઉપર જ આડો પડ્‍યો હોવાથી તેને ખસેડીને કારને દૂર કરવામાં આવી હતી. જેથી કારમાં પણ નુકસાની થઈ છે. વિજતંત્ર દ્વારા વીજ પોલ સહિતની નુકસાની અંગે નું વળતર મેળવવા માટે કારચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.(તસ્‍વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(1:42 PM IST)