<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

હિંમતનગરમાં મુંબઈના અને કચ્‍છમાં દેરડીકુંભાજીના પરિવારનું અકસ્‍માતમાં મૃત્‍યુ થતા પૂ.મોરારીબાપુની શ્રધ્‍ધાંજલી : પરિવારજનોને સહાય

રાજકોટ તા.૮ : ગુજરાતમાં વિવિધ સ્‍થળોએ માર્ગ અકસ્‍માતના કિસ્‍સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત દિવસોમાં ગોંડલ તાલુકાના દેરડીકુંભાજીના ખાતરા પરિવારને કચ્‍છ ખાતે લાકડીયા નજીક અકસ્‍માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૬ લોકોનાં મોત નિપજયા હતા. એક બીજી ઘટનામાં ગઈકાલે રાત્રે ઉતર ગુજરાતમાં હિંમતનગર નજીક મુંબઈના પરિવારને પણ અકસ્‍માત નડયો હતો અને તેમાં સવાર ૪ લોકોનાં મોત નિપજયા છે.

 પૂ. મોરારીબાપુએ આ બંને ઘટનાઓમાં મળતકોને શ્રધ્‍ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્‍યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. રાજકોટ અને મુંબઈના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. તેમ જયદેવભાઈ માંકડ (તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(3:49 PM IST)