News of Saturday, 8th June 2024
મોરબી યાર્ડમાં એકજ દિવસમાં તલની 41 હજાર મણ કરતાં વધુ આવક
હાલ તલનો ભાવ સરેરાશ 2100 થી 2300નો મળ્યો : 2600 થી 2700 રૂપિયા જેટલો ભાવ મળે તો ખેડૂતોને નુકસાન જાય નહિં

મોરબી તા.૮ : મોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુ-બાજુના ગામડાઓમાંથી જુદી જણસ લઈને વેચાણ કરવા ખેડૂતો આવે છે..આ વર્ષે ઉનાળુ પાકમાં તલની ખુબ મોટા પ્રમાણમાં આવક થઇ..પરંતુ તલના ભાવ નીચે જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હાલ તલનો ભાવ સરેરાશ 2100 થી 2300નો મળ્યો..ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી સહિતના ખર્ચાઓ થતા હોય ત્યારે આટલો નીચો ભાવ મળતા ખેડૂતોને નુકસાન જાય છે..ખેડૂતોના મતે 2600 થી 2700 રૂપિયા જેટલો ભાવ મળે તો નુકસાન જાય નહિં..જો કે હળવદ માર્કેટ યાર્ડમાં સામાન્ય રીતે દરરોજ 30 હજાર ટન જેટલી તલની આવક થતી હોય છે...જ્યારે હાલ એક જ દિવસમાં 41 હજાર મણ કરતાં વધુ તલની આવક થઇ છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
