<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો

સિંચાઈના અભાવે ખેડૂતોએ અખાત્રીજના દિવસે કરેલા વાવેતર પર ગંભીર અસર થવાની ભીતિ

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને પાકમાં નુકસાન ભોગવવાનો વારો આવી શકે. સિંચાઈના અભાવે ખેડૂતોએ અખાત્રીજના દિવસે કરેલા વાવેતર પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના પગલે નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા ખેડૂતોએ માગ કરી છે.

(8:50 PM IST)