<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

અંજારમાં થયેલી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: 7 આરોપીની ધરપકડ

લૂંટમાં 3 કિશોર, 1 મહિલા સહિત 9 આરોપી હોવાનું ખુલ્યું :કિશોર આરોપીની મદદથી ગેંગે લૂંટનો પ્લાન બનાવ્યો

કચ્છ અંજારમાં થોડા સમય પહેલા થયેલી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે લૂંટ કરનાર 7 આરોપીની ધરપકડ કરી છે. લૂંટમાં 9 આરોપી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 કિશોર, 1 મહિલા સહિત 9 આરોપી હોવાનું ખુલ્યું છે. કિશોર આરોપીની મદદથી ગેંગે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. 6 જૂને અંજારના મહાવીર ડેવલપર્સમાં લૂંટ થઇ હતી. કિશોર આરોપી મહાવીર ડેવલપર્સમાં કામ કરતો હોવાનું સામે આવ્યુ છે.

(8:55 PM IST)