<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

જુનાગઢ લોકસભાનાં સાંસદ રાજેશ ચુડાસમાનાં પ્રયત્નો દ્વારા ૦૯ જુન થી ભાવનગર-વેરાવળ ડેઈલી ટ્રેન વડાલ,શાપુર અને લુશાળા રેલ્વે સ્ટેશન પર સ્ટોપ થશે.

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ લોકસભાનાં યુવા સાંસદ  રાજેશભાઈ ચુડાસમાનાં અથાગ પ્રયત્નોથી રેલયાત્રિકોની સુવિધા માટે રજુઆત કરેલ જે રજુઆતને રેલ્વે વિભાગ ધ્વારા માન્ય રાખી ભાવનગર-વેરાવળ- ભાવનગર દૈનિક ટ્રેન ૦૯૫૬૬/૦૯૫૬૭ આગામી તા.૦૯ જુન (રવિવાર) થી વડાલ,શાપુર અને લુશાળા રેલવે સ્ટેશન ઉભી રહેશે.

 

જેની વિગત જોઈએ તો ભાવનગર થી વેરાવળ જતી ડેઈલી ટ્રેન નં-૦૯૫૬૬ વડાલ રેલવે સ્ટેશન ઉપર સવારે - ૦૯:૦૦ વાગ્યે આવશે અને સવારે ૦૯:૦૧ વાગ્યે ઉપડશે અને શાપુર રેલ્વે સ્ટેશન ઉપર સવારે ૦૯:૩૩ વાગ્યે આવશે.અને સવારે ૦૯:૩૪ વાગ્યે ઉપડશે તેમજ લુશાળા રેલ્વે સ્ટેશન ઉપર સવારે ૦૯:૪૭ વાગ્યે આવશે.અને સવારે ૦૯:૪૮ વાગ્યે ઉપડશે.આવી જ રીતે વેરાવળ થી ભાવનગર જતી ડેઈલી ટ્રેન નં-૦૯૫૬૭ લુશાળા રેલ્વે સ્ટેશન ઉપર બપોરે ૦૩:૫૦ વાગ્યે આવશે અને ૦૩ઃ૫૧ વાગ્યે ઉપડશે અને શાપુર રેલ્વે સ્ટેશન ઉપર બપોરે ૦૪:૦૧ વાગ્યે આવશે.અને બપોરે ૦૪:૦૨ વાગ્યે ઉપડશે તેમજ વડાલ રેલ્વે સ્ટેશન ઉપર બપોરે ૦૪:૨૯ વાગ્યે આવશે.અને ૦૪:૩૦ વાગ્યે ઉપડશે.

 

આમ મુસાફરોના હીતમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધ્વારા ખૂબ જ આવકારદાયક કામગીરી કરવામાં આવી છે.આ રેલ્વે સ્ટોપથી રેલ્વેની આવકમાં વધારો થશે.મુસાફરો વધુમાં વધુ રેલ્વેની સેવાનો લાભ મેળવી શકશે.

(10:43 PM IST)