<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

અમરેલીમાં છેલ્લા ૬ દિવસથી યુવાન તબીબો હૉસ્પિટલના પટાંગણમાં મેનેજમેન્ટે દાદ ન આપતા ઈન્ટર્નશિપ કરતા તબીબોની હડતાલ પરઃ આકરા તાપમાનના કારણે બેની ર તબીબોની હાલત લથડી

121 ઈન્ટર્નશિપ કરતા તબીબોને રોજ 12 કલાકની નોકરી બાદ મહિને માત્ર 10 હજારનું સ્ટાઈપેન્ડ ચૂકવીને થઈ રહેલા શોષણના વિરોધમાં હડતાલ ચાલી રહી છે

અમરેલીઃ  અમરેલી સિવિલ હૉસ્પિલમાં ફરજ બજવતા 121 ઈન્ટર્નશિપ કરતા તબીબોને રોજ 12 કલાકની નોકરી બાદ મહિને માત્ર 10 હજારનું સ્ટાઈપેન્ડ ચૂકવીને થઈ રહેલા શોષણના વિરોધમાં એક હાથમાં છત્રી અને બીજા હાથમાં પ્લેકાર્ડ લઈને સતત 6 દિવસથી તબીબો પોતાની લડત ચલાવી રહ્યાં છે. આકરા તાપમાં હડતાલ કરવાને લીધે 2 તબીબોની તબિયત લથડી છે.

 

અમરેલીમાં છેલ્લા ૬ દિવસથી યુવાન તબીબો હૉસ્પિટલના પટાંગણમાં તડકામાં ભુખ્યા બેસે છે અને છાંયા માટે છત્રી પકડી રાખે છે. આ રીતે ચાલતું આંદોલન ૬ઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે પણ હજુ સુધી અમરેલીની પ્રજાએ ચૂંટેલા કે હારી ગયેલામાંથી કોઈપણ નેતા તેમની ખબરઅંતર પૂછવા કે સમસ્યાના સમાધાન માટે દરમિયાનગીરી કરવા ડોકાયા નથી

(11:55 AM IST)