હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાંથી પહેલી જ વખત ચૂંટાયેલા સાંસદ નીમુબેન બાંભણિયાની કેન્દ્રીય મંત્રી મંડળમાં પસંદગી

ભાવનગરના સાંસદ નીબુબેન બાભણીયા ની કેન્દ્રીય મંત્રી તરીકે પસંદગી થતા ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે.
તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાવનગરની લોકસભા બેઠક ઉપરથી જંગી બહુમતીથી ચૂંટાયેલા ભાજપના નિમુબેન બાંભણિયાની કેન્દ્રીય મંત્રી મંડળમાં પસંદગી થતા ભાવનગરમાં ભાજપના વર્તુળોમાં આનંદની લાગણી ફેલાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં મહિલા ઉમેદવારોમાં ભાવનગરના નિમુબેન બામણીયાએ 4.55 લાખની સૌથી વધુ લીડ પ્રાપ્ત કરી છે. ભાવનગરમાં બે વખત મહિલા મહિલા તરીકે સફળ કામગીરી કરી ચૂકેલા અને શિક્ષણ સાથે સંકળાયેલા નિમુબેન પ્રદેશ સંગઠનમાં પણ સફળ કામગીરી બચાવી ચૂક્યા છે. સરળ અને નિર્વિવાદી નિમુબેનની કેન્દ્રીય પ્રધાન મંડળમાં પસંદગી થતા કોળી સમાજમાં આનંદની લાગણી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં અગાઉ પાંચ- પાંચ ટ્રમ સુધી ભાજપના સાંસદ રહેલા રાજેન્દ્રસિંહ રાણા તેમજ બે ટર્મ સાંસદ રહેલા ડો. ભારતીબેન શિયાળને મંત્રી પદ પ્રાપ્ત થયું ન હતું પરંતુ પહેલી જ સાંસદ બનેલા નિમુબેન બાંભણિયા એ તરત જ કેન્દ્રમાં પ્રધાનપદુ પ્રાપ્ત કર્યું છે.
નિમુબેન બાંભણિયા ઉપરાંત ડો. મનસુખભાઈ માંડવીયા પણ ભાવનગર જિલ્લાના વતની છે . આમ ભાવનગર ના બે વ્યક્તિઓને કેન્દ્રમાં પ્રધાનપદુ પ્રાપ્ત થયેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
