<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ભાવનગરમાં ૪ લાખનો દારૂ કબ્‍જે

ભાવનગર, તા.૧૦: એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્‍કવોડ પોલીસ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્‍યાન  બાતમી મળેલ કે અજયભાઇ મોહનભાઇ ચૌહાણ રહે.પ્‍લોટ નં.૪૬/બી,શેરી નં.૨, રજપૂતવાડા,સુભાષનગર,ભાવનગરવાળો તેના કબ્‍જા ભોગવટાની ઓરડીમાં  ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો બહારથી લાવી વેંચાણ કરે છે અને હાલ આ ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો સગેવગે કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતા વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્‍થો ઝડપાયો હતો.

પોલીસે સરફરાજ ઉર્ફે નનકો ઉર્ફે મુંગો રફીકભાઇ સૈયદ ઉ.વ.૧૮ રહે.પ્‍લોટ નં.૪૬/એફ, શેરી નં.૨, ૫૦-વારીયા, શંકર મંદીર પાછળ, સુભાષનગર, ભાવનગર ને ઝડપી લીધો હતો. જ્‍યારે કેવલ ઉર્ફે સાંગો રમેશભાઇ સોલંકી રહે.શેરી નં.૨,રજપૂતવાડા, સુભાષનગર, હીરેનભાઇ ગોબરભાઇ ઢાપા રહે. શેરી નં.૨,રજપૂતવાડા,સુભાષનગર, શૈલેષભાઇ ઉર્ફે સન્ની રમેશભાઇ જાદવ રહે. મુખ્‍યમંત્રી આવાસ, ભરતનગર તથા અફઝલભાઇ અસલમભાઇ પઢીયાર રહે. શિહોર ને ઝડપી લેવા તજવીજ  હાથ ધરી છે.

પોલીસે ઇંગ્‍લીશ દારૂની અલગ-અલગ કંપની સીલપેક નાની-મોટી બોટલ નંગ-૨૭૯૫ કિ.રૂ.૩,૫૮,૬૭૭/-, બીયર ટીન નંગ-૪૩૨ કિ.રૂ.૫૪,૦૦૦/-, દેશી દારૂની બોટલ નંગ-૮૯ કિ.રૂ.૪૦૦૫/-,  પ્‍લાસ્‍ટીકનો કાગળ , મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-,એકસેસ સ્‍કુટર રજી.નં.જીજે-૦૪-ઇસી-૧૫૭૪ કિ.રૂ.૫૦,૦૦૦/મળી કુલ કિ.રૂ.૪,૭૬,૬૮૨/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.

દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ.  કે.એસ.પટેલ, પો.સબ ઇન્‍સ.  આર.એ.વાઢેર, વી.વી.ધ્રાંગુ તથા અરવિંદભાઇ મકવાણા, ભૈપાલસિંહ ચુડાસમા, ઘનશ્‍યામભાઇ ગોહિલ, ચંદ્દસિંહ વાળા, અલ્‍ફાઝભાઇ વોરા, લગ્‍ધીરસિંહ ગોહિલ, બળદેવભાઇ મકવાણા, સંજયસિંહ ઝાલા, સત્‍યજીતસિંહ ચુડાસમા, મજીદભાઇ શમા જોડાયા હતા.

(10:18 AM IST)