તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 10th June 2024
ઉમરાળામાં તોફાની પવન સાથે અડધો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધૂપછાંવ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવતઃ બપોરના સમયે ઉકળાટ

પ્રથમ અને બીજી તસ્વીરમાં ભાવનગર જીલ્લામાં ત્રીજી તસ્વીરમાં જામકંડોરણા, ચોથી તસ્વીરમાં સાવરકુંડલા, પાંચમી તસ્વીરમાં ગોડલમાં વાદળા તથા છઠ્ઠી, સાતમી અને આઠમી તસ્વીરમાં ગારીયાધાર, બોટાદ અને ધોળકા પંથકમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી (ભાવનગર), મનસુખ બાલધા (જામકંડોરણા), ઇકબાલ ગોરી (સાવરકુંડલા), ભાવેશ ભોજાણી (ગોîડલ), ચંદ્રેશ હિરાણી -મોટી પાનેલી)
રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે ભાવનગર જીલ્લાનાં ઉમરાળામાં અડઘો ઇંચ વરસાદ પડયો હતો. જયારે સવારથી ધુપ-છાંવનો માહોલ છે. અને બપોરના સમયે ઉકળાટ યથાવત રહે છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉમરાળામાં વીજડી સાથે વરસાદ પડ્યો હતો. ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે પાલીતાણા, વલભીપુર અને શિહોરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
ભાવનગરમાં ગઈકાલે બપોર સુધી ભારે ગરમી બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન પવન ફૂંકાયો હતો.
ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને વળક્ષો પડયા હતા. થાંભલા તૂટયા હતા. મકાનો અને શેડ ના પતરા ઉડ્યા હતા.
જ્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સાંજે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો સિહોર પંથકમાં પણ સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં વરસાદી માહોલ ઊભો થયો હતો.ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૪ મી.મી. ઉમરાળામાં, ૧૪ મી.મી. અને સિહોરમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો છે.ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ ઊભો થતા મેઘરાજાની પધરામણી થશે તેવી આશાએ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાય છે.
જામકંડોરણા
(મનસુખ બાલઘા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણામાં ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોરબાદ સાંજના સમયે વરસાદ પડયો હતો. તાલુકાના ચરેલ, ગુંદાસરી, સાતોદડ, સાજડીયાળી, ધોળીધાર ગામોમાં પવન સાથે વરસાદ પડયો હતો. આ પવન સાથેના વરસાદ થી અમુક વૃક્ષો ધરાશાયી થયા હતા. જયારે જામકંડોરણામાં માત્ર ધુળ ડમરીઓ સાથે પવન ફુંકાયો હતો.
સાવરકુંડલા
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ સાવરકુંડલા ખાતે ભારે ગરમીના વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ઠંડીની લહેર પ્રસરી જતાં લોકોએ ઠંડીનો રાહત સાથે હાશકારો અનુભવેલ હતો.
ઉનાળાની ઋતુના છેલ્લા દિવસોમાં ભારે અને અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. તેવી ગરમીની કપરી સ્થિતીમાં આજે બપોરે અને સાંજે ભારે પવન સાથે વરસાદ વરસતા ૪૪ ડિગ્રી તાપમાનની કપરી સ્થિતીથી રાહત અનુભવી હતી. ઠંડુ બોળ વાતાવરણથી લોકોએ રાહતનો દમ અનુભવેલ હતો.
આમ તો ચોમાસુ શરૂ થવાને ટુંકા જ દિવસો બાકી હોય ત્યારે આજના વરસાદ જોતા ચોમાસુ સારૂ થાશે તેવું લોકો અનુભવ કરી રહયા છે.
મોટી પાનેલી
(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલીઃ સોૈરાષ્ટ્રના ગારીયાધાર તાલુકાના ફીફાદ ગામે, આદસંગ ચોકડીએ, ઉમરાળા તાલુકાના પરવાળા ગામે તથા બોટાદમાં ગઇકાલે જોરદાર વરસાદ તુટી પડયો હતો.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
