<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

આટકોટના પ્રતાપપુરમાં બ્રહ્મર્ષિ સંસ્થાનનું લોકાર્પણ

જુનાગઢ : શ્રી ભુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મર્ષિ સંસ્થા સમાજનું સમાજને લોકાપર્ણ સમારોહ આટકોટ નજીક નવાગામ પાસે આવેલ પ્રતાપપુર ખાતે ગઇકાલે રવિવાર ના રોજ અખિલ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ગોંડલ ભુવનેશ્વરી પીઠના ઘનશ્યામજી મહારાજ ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તિરામબાપા તથા બ્રહ્મ સમાજના આગેવાનો રાજેશભાઇ શીલુ વિનુભાઇ ચાંઉ, ગીરધરભાઇ જોષી, અશોકભાઇ ચાંઉ, ગુણવંતભાઇ રાજયગુરૂ તથા જસદણ-રાજકોટ-ગોંડલ-આટકોટથી ભુદેવો ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:03 AM IST)