News of Monday, 10th June 2024
કોલીથડ પંથકમાં ભાજપના માંડવિયાને ૧૦૧૦૦ની સરસાઇ
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય સહદેવસિંહના મતક્ષેત્ર

રાજકોટ,તા. ૧૦: પોરબંદર સાંસદીય મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાને રાજકોટ જિલ્લા પંચાયતની કોલીથડ (ગોંડલ તાલુકો) સીટ ઉપર અભૂતપૂર્વ લીડ આપવા બદલ તમામ જ્ઞાતિના ભાજપના સમર્પિત મતદારોનો આ સીટના સદસ્ય સહદેવસિંહ જાડેજા પૂર્વ કારોબારી ચેરમેને આભાર માનેલ છે.
કોલીથડ જિલ્લા પંચાયત ની સીટ ઉપર પાટીદાર ક્ષત્રીય મતદારો ઉપરાંત દલિત ભરવાડ સહિતના તમામ જ્ઞાતિએ એક સંપ થઈ ભાજપ તરફી મતદાન કરેલ છે આ સીટ ઉપર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે શ્રી સહદેવસિંહ જાડેજાએ રાષ્ટ્રપ્રેમ વિકાસ અને ભવિષ્યને ધ્યાનમાં રાખી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા પ્રેરણા આપેલ છે સમગ્ર ચૂંટણી દરમિયાન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ એમના પરિવાર તેમજ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ અગ્રણી મનોજભાઈ અકબરી તેમજ કાર્યકર્તા દ્વારા બુથ લેવલે માઇક્રો પ્લાનિંગ કરી આ જિલ્લા પંચાયત સીટ ૧૦,૧૦૦ ની જંગી લીડ મળેલ છે.તેમ જણાવાયું છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
