News of Monday, 10th June 2024
છેવાડાના જરૂરતમંદ દર્દીને સેવા ઉપલબ્ધ કરાવવા કચ્છ વ્યાપી નેટવર્ક ઉભો કરાશે
વર્ષ ૨૦૨૫ના અંત સુધી કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલ શરૂ કરવાની નેમ સાથે તમામ મુત્તવલીઓ-સામાજીક આગેવાનોને સાંકળવાનો અભિયાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૦ : તા.૩૧-૫-૨૪ શુક્રવારના ભુજ ખાત્ર મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ કાર્યાલય ખાતે ટ્રસ્ટની કારોબારી સભા મળી હતી જેમાં વર્ષ - ૨૦૨૪ ના અંત સુધી કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલનો બાંધકામ પૂરો કરવાનો તથા વર્ષ ૨૦૨૫ના અંત સુધી હોસ્પિટલ શરૂ કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકીના અધ્યક્ષસ્થાને મળેલી મીટિંગમાં ટ્રસ્ટના સદસ્યો સોનારા હાજીયાકુબ હાજી ઈબ્રાહીમ અને એડવોકેટ સાજીદ માણેકને મંત્રીપદની જવાબદારી સોંપાઈ હતી. બાંધકામને વેગ આપવાની તેમજ વિશેષ મોનિટરિંગની જવાબદારી હાજીયાકુબને સોંપવામાં આવી હતી. એડવોકેટ સાજીદને સમગ્ર કચ્છની તમામ મસ્જિદના મુત્તવલી અને તે વિસ્તારના સામાજિક આગેવાનના નામ, ફોન નંબર મેળવી સંકલન સાધવાની જવાબદારી અપાઈ છે.
વર્ષ ૨૦૨૫ના અંત સુધી હોસ્પિટલ શરૂ થાય તેની પૂર્વ તૈયારી રૂપે આ નેટવર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે જેથી આર્થિક રીતે નબળા (ઝકાતપાત્ર) દર્દીને શિફા હોસ્પિટલની સેવાઓ અત્યંત રાહત ભાવે અથવા વિના મૂલ્યે મળી રહે. શિફા હોસ્પિટલ સાથે રજીસ્ટર થયેલ મુત્તવલી તે વિસ્તારના અગ્રણીની ભલામણ ચિટ્ટીથી ઝકાતપાત્ર દર્દીને રાહત આપવામાં આવશે. ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે આ કાર્યમાં કચ્છભરની મસ્જિદના મુત્તવલીઓ તે વિસ્તારના સામાજિક આગેવાનો એડવોકેટ સાજીદ માણેકને સાથ-સહકારે આપે. ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકી અને ટ્રસ્ટી સૈયદ હાજીકાસમશા હાજીઅહમદશા બાવા આ સંકલન કાર્યમાં વિશેષ રૂપે માર્ગદર્શન આપી રહ્યા છે.
આ મીટિંમાં ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકી, ઉપપ્રમુખ હાજીસલીમ જત મંત્રીઓ યુસુફ એ. જત, ઈસ્માઈલ એ. સોનેજી, હાજીયાકુબ સોનારા, એડવોકેટ સાજીદ માણેક, ખજાનચી હાજી અબ્દુલકરીમ મેમણ, ટ્રસ્ટીઓ સૈયદ હાજીકાસમશા હાજી અહમદશા, મેમણ હાજીસલીમ, ખત્રી અબ્દુલરશીદ, બાંધકામ સલાહકાર આર્કિટેક્ટ ફૈસલ ખત્રી, નાણાકીય સલાહકાર CA ઝહીર મેમણ ઉપસ્થિત રહ્યા હતા.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
