News of Monday, 10th June 2024
પોરબંદરઃગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી

પોરબંદરઃ શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા થોડા દિવસો પહેલા રાજકોટ ખાતે ટીઆરપી ગેમઝોનમાં આગનો બનાવ બન્યો હતો તેમના મળતકો માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ ઇજાગ્રસ્ત વહેલા સાજા થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ એક અનોખા પ્રોજેક્ટની ચર્ચા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગ શ્રી મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનના યુવા પ્રમુખ ગોવિંદાભાઇ ઠકરાર ના અધ્યક્ષસ્થાને બોલાવાઇ હતી જેમાં મહાપરિષદ યુવા સંધ પોરબંદરના પ્રમુખ રાજભાઇ પોપટ ઉપપ્રમુખ શિવાંગભાઇ ધનરાજભાઇ સેક્રેટરી આકાશ કારિયા અને જોઈન્ટ સેક્રેટરી જશ દત્તાણી કમિટી મેમ્બર માં અમિત ચોલેરા, ચેતન પલાણ અને ભાવેશ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. શ્રધ્ધાંજલી સભાની તસ્વીર.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
