તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
સૌરાષ્ટ્રમાં ત્રીજા દિવસે વરસાદી માહોલ : રાજકોટ,અમરેલી, જૂનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
રાજુલા , જાફરાબાદ અને સાવરકુંડલા પથંકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ: વીજપડી, રામગઢ, ઘાડલા, લુવારા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ: જૂનાગઢ અને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા

રાજકોટ : સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલા , જાફરાબાદ અને સાવરકુંડલા પથંકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે ગરમીમાં રાહત થઇ છે.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના વીજપડી, રામગઢ, ઘાડલા, લુવારા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદમાં દુધાળા અને તેની આસપાસના ગામડાઓમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ ઉપરાંત રાજુલા પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. નવા આગરિયા, મોટા આગરિયા, ઝાપોદર, માંડરડી, ખાખબાઈ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
રાજુલા શહેરમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસવાથી અસહ્ય ગરમી અને બફારામાંથી ગ્રામજનો અને શહેરીજનોને રાહત મળી હતી. ભાવનગર જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત રાજકોટના જેતપુરમાં, વલસાડના કપરાડામાં, બોટાદના રાણપુરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
