તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
બગસરાનું નવું સ્વામિ નારાયણ મંદિર વિવાદમાં: સંતોએ બાળકને સાધુ બનવા બ્રેઈન વોશ કર્યુ હોવાનો આરોપ
કિશોરને પહેલી વાર ભગાડી ઈડરના ખોભળા ખાતે લઈ જવાયો જ્યાં તેને પરિવારથી દૂર રહેવા માટે બ્રેઈન વોશ કર્યુ હોવાનો પણ આરોપ લગાવ્યો

અમરેલીના બગસરાનું નવું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યુ છે. જ્યાના 2 સંતોએ એક કિશોરને સાધુ બનાવવા માટે બ્રેન વોશ કર્યુ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો. પરિવાર વર્ષોથી નવા સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા છે. અને કિશોર તેના સોશિયલ મીડિયા વિભાગમાં કામ કરતો હતો.
કિશોરને પહેલી વાર ભગાડી ઈડરના ખોભળા ખાતે લઈ જવામાં આવ્યો હતો..જ્યાં તેને પરિવારથી દૂર રહેવા માટે બ્રેઈન વોશ કર્યુ હોવાનો પણ આરોપ લગાવ્યો.ગતો
જેને પરિવારે સમગ્ર ઘટનાને લને 10 એપ્રિલે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બંને સંતોને મંદિરમાંથી હટાવવા માગ કરી હતી.જાણવાજોગ ફરિયાદ બાદ કિશોર પરત આવી ગયો હતો અને બાદમાં પણ ફરી કિશોરને ભગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો
પરિવારના આક્ષેપ બાદ બંને મહંતો સામે સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પરિવારને બંને સંતોને હટાવવા અંગેની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ આ બાદ પણ કંઈ કાર્યવાહી ન કરતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
