તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 11th June 2024
પાલિતાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ
પાલિતાણાના વડીયા, જમણવાવ, મોટી રાજસ્થળી સહિત ગામોમાં વરસાદી માહોલ જામ્યો

ભાવનગરના પાલિતાણા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આખા દિવસના ભારે ઉકળાટ બાદ જોરદાર પવન ફૂંકાયો હતો અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને ગણતરીના જ સમયમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો.
ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલીતાણા સહિત આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. પાલિતાણાના વડીયા, જમણવાવ, મોટી રાજસ્થળી સહિત ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
