તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 11th June 2024
મોરબીના ડેમી ૩ ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા, ડેમનું ટેસ્ટીંગ શરુ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના કોયલી ગામ નજીક આવેલ ડેમી ૩ ડેમમાં રીપેરીંગ અને ટેસ્ટીંગ સહિતની કામગીરી કરવાની હોવાથી આજે અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી વિવિધ ટેસ્ટીંગ સહિતની કામગીરી કરી હતી તો ડેમના દરવાજા ખોલવામાં આવતા ગ્રામજનોને એલર્ટ રહેવા સુચના આપવામા આવી છે.
ડેમી ૩ ડેમના ત્રણ દરવાજા આજે સવારે ૯ : ૩૦ કલાકે બે ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમનું રીપેરીંગ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવતા ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે જે મામલે ઈએસઆઈ સર્વિસ સીનીયર મેનેજર નિર્મિત ચોક્સીએ જણાવ્યું હતું કે ૨૫-૩૦ વર્ષે સ્ટ્રક્ચરનું ટેસ્ટીંગ કરવામાં આવતું હોય છે જેમાં ગુણવત્તા, કંડીશનની ચકાસણી કરાય છે તેમજ વાતાવરણથી શું અસર થઇ તેની તપાસ કરવામાં આવતી હોય છે આજે 3D સ્કેનીંગ થયું છે જે ચોમાસા પૂર્વે કરવું જરૂરી હોય છે બાદમાં ૩-૩ મહીને અલગ અલગ ટેસ્ટીંગ કરાશે અને અન્ય ટેસ્ટ કર્યા બાદ એનાલીસીસ કરવામાં આવશે.
તો સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જે જે રાચ્છે જણાવ્યું હતું કે ડેમના ૩ દરવાજા હાલ ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમની ક્ષમતા ૩૩ MCFT પાણીની છે અને ૧૮ MCFT પાણી છોડવામાં આવી રહ્યું છે રીપેરીંગ અને ટેસ્ટીંગ માટે ગેટ ખોલવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
