<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

સાવરકુંડલાના ‘અકિલા'ના પત્રકાર ઇકબાલભાઇ ગોરીના સુપુત્રીની શાદીઃ ચિ.નમીરા-ચિ.મુસ્‍તુફાઃ કિરીટભાઇ ગણાત્રા, દાદાબાપુ સહિતનાએ આર્શિવાદ પાઠવ્‍યા

રાજકોટઃ સાવરકુંડલાના ‘અકિલા'ના પત્રકાર તથા રાજકીય અને સામાજીક ક્ષેત્રે સંકળાયેલા ઇકબાલભાઇ ગોરીની સુપુત્રી ચિ.નમીરાની શાદી સાવરકુંડલાના યુસુફભાઇ ચૌહાણના સુપુત્ર ચિ.મુસ્‍તુફા ચૌહાણ સાથે મુસ્‍લિમ સિપાહી જમાત ખાના ખાતે ધામધુમથી સંપન્‍ન થઇ હતી. આ તકે નવદંપતિને આર્શિવાદ પાઠવવા માટે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા કોમી એકતાના પ્રતિક પીર સૈયદ દાદાબાપુ કાદરી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સેલ ના પ્રમુખ અને ઇન્‍ડિયા ગઠબંધનના ઉમેદવાર જેનીબેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વજીરખાન પઠાણ, માજી કૃષીપ્રધાન ધીરૂભાઈ દૂધવાળા, ડો. અલ્‍તાફભાઈ રાઠોડ, ડો.રવૈયા, અમરેલી એકસપ્રેસના એડિટર મનોજભાઈ રૂપારેલ મહેન્‍દ્ર ભાઈ બગડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી વાઇસ ચેરમેન નાસીરખાન પઠાણ વિદ્ધાન એડવોકેટ અયુબભાઈ શેખ રૂમીભાઈ શેખ નગરપતિ મેહુલભાઈ ત્રિવેદી, માજી નગર પતિ વિપુલ ઉનાવા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિપકભાઇ, સેક્રેટરી જતીનભાઇ, કમલેશ મેસુરિયા, અમરેલી સિનિયર પત્રકાર હનીફભાઇ ખોખર જિલ્લાના એડવોકેટ મુજફફર હુસૈન સૈયદ. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી એડવોકેટ રફીકભાઇ સાવરકુંડલાના સિનિયર એડવોકેટ દીપકભાઈ મહેતા મોગલ, અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્‍યા પ્રતાપભાઈ ખુમાણ સાવરકુંડલા શહેર ભાજપ ડી.કે.પટેલ, કિરીટભાઈ દવે, રાધવજીભાઈ સાવલિયા એડવોકેટ બાબુભાઈ કુબાવત, પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, માજી નગર પતિ રાજુભાઈ દોશી, જયંતિભાઈ વાટલિયા, માણસુરબાપુ રામદેવસિંગ ગોહિલ, પત્રકાર યશપાલભાઈ વ્‍યાસ, દીપકભાઈ પાંધી, યોગેશ ઉનડકટ, રવીન્‍દ્ર યાદવ, કેતનભાઈ બગડા, કેવલ બગડા વિગેરે ભાજપ કોંગ્રેસ સામાજિક રાજકીય સેવાકીય અગ્રણી ઓ મોટી સંખ્‍યામા હાજર રહી દુલ્‍હા દુલ્‍હનને આશીર્વાદ દુઆઓ પાઠવી હતી.

(9:50 AM IST)