<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ઝાલાવાડમાં જુગારના ૬ દરોડાઃ ૨૫ પકડાયા

ઝીંઝુવાડા, વઢવાણના ખડના ડેલામાં અને સુરેન્‍દ્રનગરના પતરાવાળી ચોક પાસે પોલીસત્રાટકી

વઢવાણ,તા. ૧૧: સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સણોસરા અને ચીરોડા (ઠાં), થાનના સરોડી, દસાડાના ઝીંઝુવાડા, વઢવાણના ખડના ડેલામાં અને સુરેન્‍દ્રનગરના પતરાવાળી ચોક પાસે પોલીસે જુગારની રેડ કરી હતી.જેમાં ૨૫ જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂપિયા ૭૪,૩૪૦ની મત્તા સાથે ઝડપાયા હતા.

નાની મોલડી પોલીસ મથકના ભરતસીંહ પરમાર સહિતનાઓએ ચીરોડા (ઠાં)માં જુગારની રેડ કરી હતી. જેમાં મુકેશ માધાભાઈ ચૌહાણ, મંગા વશરામભાઈ ચૌહાણ, જયંતી બચુભાઈ ચૌહાણ, વિજય ઉર્ફે વિપુલ રૂડાભાઈ ચૌહાણ અને મહેશ વજુભાઈ ચૌહાણ રોકડા રૂપિયા ૧૪,૫૮૦ સાથે ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. જયારે વઢવાણ પીએસઆઈ સી.એ.એરવાડીયા, રવિન્‍દ્રસીંહ, કેસરીસીંહ સહિતનાઓએ સોમવારે બપોરે ધોળીપોળ પાસે આવેલ ખડના ડેલામાં જુગારની રેડ કરી હતી. જેમાં પ્રવીણ કેશાભાઈ શ્રીમાળી, પીરૂ મહમદભાઈ મુલીયા, અનીલ દીલીપભાઈ આજોલા, પ્રકાશ વાલજીભાઈ દેથળીયા, રફીકશા ભીખુશા દીવાન, સાજીદ હારૂનભાઈ મોહાત, અસલમખાન બાબુખાન પઠાણ અને રાજુ મહમદભાઈ કોંઢીયા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપિયા ૧૦,૩૧૦ સાથે પકડાયા હતા.

બીજી તરફ ચોટીલા પીઆઈ આર.એમ.સંગાડા, ડી.જે.વાઘેલા સહિતનાઓને શનીવારે રાત્રે પેટ્રોલીંગ દરમીયાન સણોસરા ગામની સીમમાં વાડીના શેઢે અમુક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં વિનુ કડવાભાઈ પરમાર, બટુક વિઠ્ઠલભાઈ ખીસડીયા, જગદીશ ધીરૂભાઈ પરમાર, જયપાલ મોહનભાઈ ખીસડીયા, ઉગમ પુંજાભાઈ ખીસડીયા અને દેવરાજ વિઠ્ઠલભાઈ ખીસડીયા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપિયા ૨૨,૭૦૦, રૂપિયા ૧૬ હજારના ૫ મોબાઈલ સહિત કુલ રૂપિયા ૩૮,૭૦૦ની મત્તા સાથે પકડાયા હતા.

જયારે થાનના સરોડી ગામથી વાંકાનેર જવાના રસ્‍તે આવેલ નદીના પટમાં રમાતા જુગાર પર પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા વના ગેલાભાઈ મીર, રમેશ માવજીભાઈ ચૌહાણ, કીશન ધીરૂભાઈ સરવૈયા અને યોગેશ ધીરૂભાઈ મકવાણા રોકડા રૂપિયા ૧૦,૧૮૦ સાથે ઝડપાયા હતા.

સુરેન્‍દ્રનગરએ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્‍સ ટીમના વી.એમ.ડેર સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન પતરાવાળી ચોક પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં નગરપાલીકાના આશ્રાયઘરમાં રહેતો અરવિંદ પ્રભુભાઈ વસવેલીયા વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂપિયા ૨૬૦ સાથે ઝડપાયો હતો. જયારે ઝીંઝુવાડા પોલીસે પાડીવાડા રોડ પરથી વરલી મટકાનો જુગાર રમતા ઝીંઝુવાડાના ગોવુભા હેમંતસીંહ ઝાલાને રોકડા રૂપિયા ૩૧૦ સાથે પકડી લેવાયો હતો.

(10:35 AM IST)