<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ચોટીલા આપાગીગાના ઓટલા પાસે અરવલ્લી મેઘરજના લીલાબેનનું ‘હિટ એન્‍ડ રન'માં મોત

મહિલાને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા પણ જીવ ન બચ્‍યો

રાજકોટ તા. ૧૧: ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે હિટ એન્‍ડ રનની ઘટનામાં અરવલ્લી જીલ્લાના મેઘરજ ગામમાં રહેતાં મહિલાનું મોત થયું છે. પુરપાટ ઝડપે આવતી કારે રોડ ક્રોસ કરી રહેલા આ મહિલાને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્‍યું હતું.

બનાવની મળતી વિગત મુજબ મૂળ અરવલ્લીના મેઘરજ તાલુકાના તિમાપુર ગામે રહેતા લીલાબેન ચંદ્રેશભાઇ ડામોર (ઉ.વ.૪૦) નામના મહિલા ગત તા.૧૦ના સાંજે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્‍યારે પુરપાટ ઝડપે આવેલી કારે મહિલાને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી પ્રથમ ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા તેનું મોત નિપજ્‍યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી.

(11:04 AM IST)