<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્‍ટની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા સુચના

જુનાગઢઃ મહાનગરપાલીકાના મેયર ગીતાબેન મોહનભાઇ પરમાર તથા સ્‍થાયી સમિતિ ચેરમેન સ્‍થાયી સમિતિ હરેશભાઇ પરસાણા દ્વારા નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્‍ટની ચાલુ કામગીરી દરમ્‍યાન લગત એજન્‍સી મે. દેવર્ષ કન્‍સ્‍ટ્રકશન કંપની-ગાંધીનગરને સાથે રાખી સ્‍થળ નિરીક્ષણ કરેલ, જેમાં તળાવના ફેઇઝ-૧ હેઠળ ડેવલોપમેન્‍ટ કરવાના થતાં પ્રોજેકટ કોબમપોનેન્‍ટ જેવા કે, આઇલેન્‍ડ, સલોપ્‍ડ એમ્‍બેકમેન્‍ટ, વોક-વે, એકસેસ ઘાટ, વ્‍યૂઇંગ ડેક, ઇલેકટ્રીકલ લાઇટ પોલ, ઇનલેટ તથા આઉટલેટ સ્‍ટ્રકચર, ટોઇલેટ બ્‍લોક, ગ્રિલ વિગેરે સ્‍થળો પર નિરીક્ષણ કરેલ જેમાં હાલ તળાવમાં આશરે રપ૦ જેટલા માણસો, ૪ હિટાચી, ૮ જે.સી.બી., ૮ ટ્રેકટર તથા ૮ ટ્રક હાલ કાર્યરત છે. હાલ તળાવની ફેઇઝ-૧ ની કામગીરી ચોસામા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ.

(1:35 PM IST)