News of Tuesday, 11th June 2024
ગોંડલમાં ઘર પાસે રાત્રે સુતેલી મહિલાની છેડતીઃ પડોશી ભાવેશ ઉર્ફે ભાવલાની ધરપકડ
આરોપી ભાવેશ મકવાણાએ મહિલાનું ૭રરપ રૂા.ની રોકડ સાથેનું પર્સ પણ ચોરી લીધું'તું

રાજકોટ, તા., ૧૧: ગોંડલમાં ઘર પાસે રાત્રે સુતેલી મહિલાની છેડતી કરી ચોરી કરનાર પડોશી શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભગવતપરા વાછરા રોડ વી.કે.નગરમાં રહેતી મહિલા તેની પુત્રી સાથે ઘરના દરવાજા પાસે બહાર ખુલ્લા પ્લોટમાં સુતા હતા ત્યારે પડોશમાં સામે રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો ગાંગજીભાઇ મકવાણાએ ત્યાં ધસી જઇ મહિલાના શરીર સાથે અડપલા કરતા મહિલા જાગી જઇ દેકારો કરતા મહિલાના પતિ દોડી આવ્યા હતા. આ દરમિયાન ભાવેશ મહિલાનું ૭રરપ રૂપીયાનું રોકડ સાથેનું પર્સ લઇ નાસી છુટયો હતો.
દરમિયાન આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપી ભાવેશ ઉર્ફે ભાવલો મકવાણાને દબોચી લઇ આકરી સરભરા કરી હતી. ગોંડલ પોલીસે મહિલાની ફરીયાદ ઉપરથી ભાવેશ સામે છેડતી તથા ચોરીનો ગુન્હો દાખલ કર્યો હતો.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
