તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
મોરબીના ટીંબડી પાટિયા પાસેથી શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના ટીંબડી ગામ નજીકથી પસાર થતા આઈસર ટ્રકમાંથી પોલીસે શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ ચલાવી હતી.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી ગામના પાટિયા નજીકથી આઈસર ટ્રક જીજે ૩૬ વી ૬૯૮૪ પસાર થતા પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લીધી હતી જે ટ્રકમાંથી યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગણતરી કરતા ટ્રકમાં કુલ ૩૫૦ બોરીમાં અંદાજે ૧૬,૨૮૦ કિલો યુરીયા ખાતરનો જથ્થો હોય જે શંકાસ્પદ જણાઈ આવતા મુદામાલ જપ્ત કરી પ્રવીણ ઠાકોર નામના ઇસમની અટકાયત કરી છે યુરીયા ખાતર કીમત રૂ ૯૭,૬૮૦ અને ટ્રક કીમત રૂ ૭ લાખ સહીત પોલીસે કુલ ૭,૯૭,૬૮૦ ની કિમતનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
