<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્‍યા

 

ભાવનગર તા. ૧ર :.. ઘોઘા સર્કલ નજીક યુવાન ઉપર ત્રણ શખ્‍સો એ છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતે હોસ્‍પીટલ ખસેડાતા યુવાનનું મોત નિપજયું છે.

વિગતો એવી છે કે શહેરનાં ખેડૂતવાસ વિસ્‍તારમાં રહેતો મનીષ કાંતીભાઇ સોલંકી (ઉ.વ.ર૩) રાત્રીનાં સમયે ઘોઘા સર્કલ વિસ્‍તારમાંથી પસાર થતો હતો ત્‍યારે ત્રણ શખ્‍સોએ છરી વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટયા હતાં.

લોહીયાળ હાલતે ગંભીર રીતે ઘવાયેલા મનીષ ને સારવાર માટે સરટી હોસ્‍પીટલ ખસેડાયેલ જયાં આજે સવારે તેનું મોત નિપજયુ હતું.

દરમ્‍યાન મૃતક યુવાનનાં પિતા કાંતીભાઇ વિઠલભાઇ સોલંકીએ સીસીટીવી કેમેરાનાં ફુટેજને આધારે આરોપીઓને ઝડપી લેવા પોલીસને રજૂઆત કરી છે. અને જયાં સુધી આરોપીઓ ઝડપાશે. નહિ ત્‍યાં સુધી યુવાનનો મૃતદેહ સ્‍વીકારશે નહિ. તેમ જણાવ્‍યું હતું.

(10:59 AM IST)