તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
દીપડાને પકડવા કરતા છોડવાનું વધુ મુશ્કેલ

વઢવાણ તા.૧૨: ચોટીલાના મોટા કાંધાસર ગામની આજુબાજુમાં ઘણા સમયથી દીપડો ફરતો હતો. જોકે લોકોને ડર ન રહે તે માટે જિલ્લા ફોરેસ્ટ અધિકારી નીકુંજસિંહ પરમાર, ચોટીલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.ડી. રોજાસરા, વનપાલ બી.બી. ખાચર સહિતની ટીમે દીપડાને પાંજરે પુર્યો હતો. આથી તેને માંડવવનમાં મુકત કરાયો હતો. આ બાબતે રોજાસરાએ જણાવ્યું કે દીપડાને પકડવા કરતા તેને મુકત કરવાની કામગીરી વધુ જોખમી હોય છે. કારણ કે પીંજરામાં પુરવાને કારણે દીપડો ખીજાયેલો હોય છે. તેને જયારે મુકત કરાય ત્યારે હુમલો કરવાની શકયતાઓ વધી જાય છે. આથી જયારે દીપડાને મુકત કરવામાં આવે ત્યારે અનુભવી ટીમની સાથે સલામતી માટેની ખાસ કાળજી લેવામાં આવતી હોય છે.(
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
