<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

થાનગઢના સારસાણા ગામે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

 વઢવાણ,તા.૧૨ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં અવનવા બનાવવા વધી રહ્યા છે જ્‍યારે થાનગઢ તાલુકાના નવાગામના વતની કુણાપરા ભનુભાઈ રણછોડભાઈ ઉંમર વર્ષ આશરે ૪૬વર્ષ,સારસાણા ગામની સીમ માં સવારે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળતદેહ મળી આવ્‍યો હતો. આજુબાજુ ગામના રહીશો ને જાણ થતા લોકો એકઠા થયા હતા ત્‍યારબાદ ડોકયુમેન્‍ટ નીકળતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી તેમજ થાનગઢ પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી જે લાશને ચોટીલા પી.એમ અર્થે મોકલી દેવામાં આવી છે. શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેમજ ગળા પર રૂમાલ વિટોળાયેલો હતો. જેના કારણે શંકા જતાં વધુ તપાસ હાથ ધરવામાં માં આવી છે

(12:04 PM IST)