<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

મનસુખભાઇ માંડવીયા મંત્રી બનતા કેશોદમાં ચાહકોએ ફટાકડા ફોડયા

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા., ૧૨: કેન્‍દ્ર સરકારના પ્રધાન મંડળની તાજેતરમાં રચના થયા બાદ શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સોંપાતા આ વિસ્‍તારમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી વધાવ્‍યા હતા અને આ વિસ્‍તારની જનતાને ફાયદો થશે તેવો આશાવાદ સેવાઇ રહયો છે.

કેશોદ મત વિસ્‍તાર પોરબંદર સંસદીય મત વિસ્‍તારમાં  આવે છે અને પોરબંદર મત વિસ્‍તારમાં (૧) કેશોદ (ર) પોરબંદર (૩) જેતપુર (૪) કુતિયાણા (પ) માણાવદર (૬) ધોરાજી (૭) ગોંડલનો સમાવેશ થાય છે. અંતે આ વિસ્‍તારમાંથી ચુંટાયેલા પ્રતિનિધિનો કેન્‍દ્રના પ્રધાન મંડળમાં સમાવેશ થયો હોય તેવુ બન્‍યુ નથી. જયારે આ વખતે  મનસુખભાઇ માંડવીયાનો કેન્‍દ્રના શ્રમ અને રોજગાર વિભાગનો કેબીનેટ કક્ષાનો સ્‍વતંત્ર હવાલો સોંપવામાં આવ્‍યો છે અને કેશોદ વિધાનસભા મત વિસ્‍તારે દોઢ વરસ પહેલા ધારાસભાની ચુંટણીમાં ભાજપને મળેલી માત્ર ૪ર૦૦ મતની સરસાઇની સરખામણીમાં ભારે મોટી કહો કે કલ્‍પના બહારની સરસાઇ ભાજપને અર્થાત મનસુખભાઇ માંડવીયાને આપેલી છે.

મનસુખભાઇ માંડવીયા ભાવનગર વિસ્‍તારના વતની છે. છતા તેમને પોરબંદરની બેઠક ઉપર પાર્ટીએ લડાવ્‍યા હતા અને તેમાં અઢી લાખ જેવી જવલંત બહુમતીથી ચુંટાઇ  આવ્‍યા હતા. પોરબંદર સંસદીય મત વિસ્‍તારમાં સાત વિધાનસભા મત વિસ્‍તારનો સમાવેશ થાય છે અને સાતેસાત વિધાનસભા મત વિસ્‍તારમાંથી ધારાસભાની સરખામણીમાં નોંધપાત્ર વધારો મલ્‍યો હતો. જેમાં કેશોદનો વધારો કલ્‍પના બહારનો હતો.(

(1:36 PM IST)