તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ધર્મ એક જ છે સનાતન,બીજા સંપ્રદાયઃ જગતગુરુ શંકરાચાર્ય
ત્રંબા ખાતે સનાતન ધર્મ ધુરંધરોનું સંમેલન યોજાયું: લાખો વર્ષથી સનાતન ધર્મનું અસ્તિત્વ ટકી રહ્યું છે : મુક્તાનંદબાપુ : સાધુ સંતોનું કામ ભક્તોનું બ્રેન વોસ નહીં પણ હાર્ટ વોશ કરવાનું છે : રમેશભાઈ ઓઝાઃ આવો આપણે ભેગા થઈ સનાતન ધર્મની સેવામાં આગળ વધીએ : મોરારીબાપુ : શાસન ઉપર પણ પ્રભાવ રાખી સનાતનની રક્ષા કરવા આહવાન : એસ.પી.સ્વામી

જુનાગઢ-આટકોટ : રાજકોટના ત્રંબા ખાતે સનાતન ધર્મનું સંમેલન યોજાયુ હતું જેમાં જગતગુરૂ શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી મહારાજ અધ્યક્ષ સ્થાને સનાતન ધર્મની રક્ષા માટે પધારેલ સંતોને રાષ્ટ્રીય અને રાજયકક્ષાએ જવાબદારી સોપી તેને સન્માન પત્ર આપવામાં આવેલ તેમાં પૂ. શેરનાથ બાપુને ગુજરાતના અધ્યક્ષ હરીરામ બાપુને કાર્યકારી અધ્યક્ષ લલિત કિશોરદાસજી મહારાજને મંત્રી દિલીપદાસ મહારાજને સભ્ય મહેશગીરી બાપુને સભ્ય ઉપરાંત નિર્મળાબા પૂ. ઇન્દ્રભારતીબાપુ વિજયબાપુ શિવરામ સાહેબ, રામદાસજીબાપુ, કરશનદાસબાપુ, કુર્માદાસજીબાપુ, તોરણીયાના રાજેન્દ્રદાસબાપુ, અવધ કિશોરદાસજી સહિતના સંતોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. આ સંમેલનમાં પૂ. મુકતાનંદબાપુ, પૂ. મોરારીબાપુ, પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પૂ. જેન્તિરામબાપા, પૂ. સુખરામદાસબાપુ, સહિતના સંતો-મહંતો કથાકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરી અને દેવીદેવતાઓનું અપમાન સાંખી નહી લેવાય તેવો સૂર વ્યકત કરાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ગીજુભાઇ ભરાડ તથા જતિનભાઇ ભરાડ, જયેશભાઇ દવે તેમજ રીબડાના સતુભા અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજેશભાઇ શીલુ સહિત ર૦૦ થી વધુ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર -અહેવાલ : વિજય વસાણી (આટકોટ), વિનુ જોશી-મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિજય વસાણી દ્વારા)આટકોટ, તા.,૧૨: રાજકોટના ત્રંબા ખાતે દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી ના અધ્યક્ષ સ્થાને સનાતનિ ધર્મ ધુરંધરો,જુદા જુદા સંપ્રદાયના સંતો મહંતો અને સનાતનિઓની વિશાળ હાજરીમાં ભરાડ સ્કૂલ ખાતે ઐતિહાસિક સંમેલન યોજાયું હતું જેમાં તમામ સંતો મહંતોએ એક થઈ સનાતન ધર્મ ને આગળ વધારવા અને કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે સંપ્રદાય દ્વારા સનાતન ધર્મ ઉપર થતી ટીકા ટિપ્પણીઓ ઉપર એક થઈ વિરોધ કરી અને જરૂર પડે કાનૂની પગલાં ભરી આગળ વધવા સંયુક્ત પણે ઠરાવવામાં આવ્યું હતું.
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ ત્રંબા ખાતે ભરાડ સ્કૂલમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના ઉપક્રમે યોજાયેલ આ ઐતિહાસિક સંમેલનમાં ગુજરાત ભરના જુદા જુદા હિન્દુ ધર્મના આચાર્યો,સાધુ સંતો,મઢના પીઠાધીશો, કથાકારો, લોકસાહિત્યકારો સહિત વિશાળ સનાતનીઓની હાજરીમાં ભારતના અધ્યક્ષ તરીકે મુક્તાનંદબાપુ ચાંપરડા તેમજ ગુજરાતના અધ્યક્ષ તરીકે શેરનાથબાપુ જૂનાગઢની સરવાનુંમતે નિમણૂક કરવામાં આવી હતી અને સનાતન ધર્મનો વ્યાપ વધારવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
સંમેલનના પ્રારંભ પૂર્વે અવધૂત આશ્રમ જુનાગઢના મહંત મહાદેવ ગીરીજી,ઘેલા સોમનાથ મંદિરના મહંત વિક્રમગીરીબાપુ અને પાટણથી પધારેલા બ્રહ્મ ાનંદ સ્વામીએ સનાતન વિશે ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું આગમન થતા ઉપસ્થિત સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટય કરી સનાતન સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ લીમડીના લલિત કિશોર બાપુએ સ્વાગત પ્રપ્રચન કર્યું હતું ત્યારબાદ સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા જગતગુરુ શંકરાચાર્યનું હાર તોરા થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના અધ્યક્ષ મુક્તાનંદબાપુ સહિતના સંતોએ ઉપસ્થિત દરેક સાધુ સંતો મહંતોનું પુષ્પની પાંદડીથી સ્વાગત કર્યું હતું.
સનાતન ટ્રસ્ટના ભારતના અધ્યક્ષ મુક્તાનંદબાપુ ચાપરડા એ તેમના પ્રારંભિક ઉદબોદનમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટનું કાર્ય હંમેશા સર્જનાત્મક રહેશે સનાતન ધર્મના ધર્મસ્થાનોની રક્ષા માટે સરકાર સાથે પરામર્સ કરી મંદિરોની રક્ષા સુનિヘતિ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સંસ્કળત ભાષા દેવ ભાષા છે જે આજના સમયમાં લુપ્ત થઈ રહી છે ત્યારે ટ્રસ્ટ દ્વારા વેદાંત યુનિવર્સિટીની સ્થાપના કરી યોગ્ય ધર્મચાર્ય તૈયાર કરીશું તો જ મંદિરો અને મઠોની યોગ્ય જાળવણી થઈ શકશે તેમ જ આવા આચાર્યો દ્વારા સનાતન ધર્મ વિશે લોકોમાં જાણકારી પહોંચાડી શકીશું. અવારનવાર કોઈ સમાજ વ્યક્તિ કે સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી-દેવતાનું અપમાન કરવામાં આવે છે તેનો વિરોધ કરી તેમને સમજાવીશું અને જો નહીં સમજે તો તેની સામે કાનૂની જંગ પણ લડશુ. અંતમાં તેમણે ઉપસ્થિત સંતો મહંતોને સમાજ ઉપયોગી સેવા કરવાની અપીલ કરી હતી.
ઉત્તર ગુજરાતથી ઉપસ્થિત રહેલા નિજાનંદગીરી મહારાજે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સનાતન થી મોટું કોઈ શિખર નથી જ્યાં સુધી ધરતી પર માનવ રહેશે ત્યાં સુધી સનાતન ધર્મ જીવિત રહેશે તેમણે સનાતનને વિશ્વ વ્યાપી બનાવવા અપીલ કરી હતી.
ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી એસ.પી.સ્વામીએ જુસ્સા ભેર પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશના શાસન ઉપર પણ સનાતની નો પ્રભાવ હવે રાખવો પડશે.સનાતનની રક્ષા કરવા બધાએ એક થઈ કામે લાગુ પડશે અને સંગઠનના માધ્યમથી સનાતન સંપ્રદાયનો વ્યાપ વધારવા અને સનાતનિનું કાંઈ નુકસાન ન થાય તે માટે પ્રયત્નો કરવા પડશે.
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીબાપુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મની પરંપરા મુજબ બધા એક બની સનાતનની પરંપરાને આગળ વધારવા અપીલ કરી હતી.
સનાતન સંસ્થા ના ગુજરાતના અધ્યક્ષ શેરનાથ બાપુએ તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે અહીં ઉપસ્થિત તમામ સાધુ સંતોએ એકબીજાની ટીકા કરવાની બદલે એક થઈ સનાતન ધર્મનો વ્યાપ વધારવા અપીલ કરી હતી અને જેમની ઉપર જવાબદારીઓ છે અથવા તો કોઈપણ સંસ્થા કે સંપ્રદાય ઉપર અન્યાય થાય ત્યારે બધાએ સાથે જોડાવું પડશે.
ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ધર્મ કમજોર નથી આપણે કમજોર બનાવ્યો છે જો ધર્મની રક્ષા થશે તો જ આપણી રક્ષા રહેશે સનાતનને આંચ આવે કે હાની પહોંચે તેવું કોઈ કરતું હોય તો તેને બધાએ રૂક જાવ કહેવું પડશે, સનાતનની વહેતી આ ગંગાને તમે ચીપકીને રહેશો તો જ તેનો મહિમા છે તેમણે ઉપસ્થિત સાધુ સંતોને જણાવ્યું હતું કે સાધુ સંતોનું કામ તેમના સેવકોનું બ્રેન હોશ કરવાનું નહીં પણ હાર્ટ વોસ કરવાનું છે.
મોરારીબાપુએ જણાવ્યું હતું કે રામ કળષ્ણ, સૂર્ય, શિવજી, ગણેશ, દુર્ગા, વિષ્ણુ, વ્યાસ, હનુમાન બધા સનાતનની અને શાશ્વત છે આજે અમુક લોકો ધર્મનું બખ્તર પહેરી અંદરથી અધર્મ કરે છે તેને પણ આપણે ભેદવુ અને છેદવુ પડશે કોઈની તાકાત નથી કે સનાતનનો નાશ કરી શકે તેમણે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દ્વારા અમને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે ત્યારે અમો સનાતન ધર્મના છત્ર નીચે જ કામ કરીએ છીએ આમ છતાં સનાતન સંસ્થાનો જે આદેશ થશે તે અમે લોકો સુધી પહોંચાડીશું તેમણે અંતમાં જણાવ્યું હતું કે આવો આપણે બધા ભેગા થઈ સનાતન ધર્મની સેવા અને રક્ષામાં આગળ વધી સનાતનનું નવનિર્માણ કરીએ. કાર્યક્રમના અંતમાં આ સંમેલનના અધ્યક્ષ દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સહજાનંદ સરસ્વતીજી મહારાજે તેમની મધુર વાણીમાં ઉપસ્થિત સર્વે સંતો મહંતોને સનાતન ધર્મ વિશે માહિતગાર કરી જણાવ્યું હતું કે ધર્મ એક જ છે સનાતન પરંતુ સમયાંતરે સનાતનને જુદા જુદા સંપ્રદાય બનાવી દીધા છે પરંતુ સંપ્રદાયો પણ સનાતનનો ભાગ જ છે ત્યારે બધાએ સનાતનનેન ભૂલવું જોઈ અને સનાતની ધર્મનું સંપ્રદાયો એ ચુસ્તપણે પાલન કરવું પડે.
તાજેતરમાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડ અને કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓની બસ પર થયેલ આંતકવાદી હુમલામાં મળત્યુ પામેલા તમામ મળતકોના આત્માને શાંતિ મળે તે માટે બધાએ ઊભા થઈ બે મિનિટ મૌન પાળી મળતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ભરાડ સ્કૂલના ગિજુભાઈ ભરાડ, જતીનભાઈ ભરાડ, પ્રિયાંક ભરાડ, શોભનાબેન ભરાડ, રાજવીબેન ભરાડ સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સનાતની સેવકોએ જહેમત ઉઠાવી હતી.
આ સનાતની સંમેલનમાં મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા,મહામંડલેશ્વર નિર્મળાબા પાળીયાદ,મહામંડલેશ્વર લલિત કિશોરજીબાપુ લીમડી, શંભુપ્રસાદ સ્વામી, શેરનાથબાપુ જુનાગઢ, વિજયદાસબાપુ સતાધાર, રાજેન્દ્રપ્રસાદ મહારાજ તોરણીયા, ઇન્દ્રભારતીબાપુ જુનાગઢ સહિત ગુજરાત ભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો,ગાદીપતિ, મહામંડલેશ્વર, પિઠાધીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
