તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ગણેશ જાડેજાના સમર્થનમાં મુસ્લિમ વેપારીઓ દ્વારા અડધો દિવસ બંધ

ગોંડલ તા. ૧રઃ ગણેશભાઇ જાડેજાના સમર્થનમાં ગોંડલની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ ત્થા વ્યાપારી ભાઇઓ દ્વારા સ્વૈચ્છીક બંધ રાખી પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે આ બંધમાં મુસ્લિમ વ્યાપારી ભાઇઓ પણ સ્વૈચ્છિક જોડાઇને અડધો દિવસ પોતાના કામ ધંધા બંધ રાખી ગણેશભાઇ તથા જાડેજા પરિવારને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે.
મુસ્લિમ વ્યાપારી ભાઇઓ આ બંધમાં જોડાઇને ગોંડલની એકતા અને જાડેજા પરિવારની વફાદારી જાહેર કરી અડધો દિવસ પોતાની દુકાનો બંધ રાખે તેવી અપીલ કરી છે તેમ મેમણ જમાતની યાદીમાં જણાવાયું છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
