News of Wednesday, 12th June 2024
દ્વારકાના જગત મંદિરનો થશે જીર્ણોધ્ધાર
કેટલીય વખત થઇ ચૂકી છે જીણોધ્ધારની માંગણી

જામનગર તા. ૧ર :.. એવું માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી. ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખરના જીર્ણ-શીર્ણ ભાગોના જીર્ણોધ્ધારનું કામ ભારતીય પુરાતત્વ વિભાગે શરૂ કર્યુ છે. એએસઆઇની દિલ્હી સ્થિત મુખ્ય કચેરીના એમડી ડોકટર વાય. એસ. રાવતના નિર્દેશન અને એએસઆઇની રાજકોટ કચેરીના માર્ગદર્શનમાં પુરાતત્વ ટીમના આઠ એન્જીનીયરોએ જગત મંદિરની ફર્શથી લઇને લાડવા ડેટા, શકિત માતાજીના મંદિરની ફર્શ અને વર્તમાન મંદિરની નકશીદાર મૂર્તિઓનું ૩૯૦ ડીગ્રી સહિતના ઉપકરણોથી સ્કેનીંગ કરાયું છે. સ્કેનીંગના ડેટાના આધારે મંદિરના જીર્ણ-શીર્ણ ભાગોને પુનનિર્મિત કરવા પર ધ્યાન અપાશે.
જગત મંદિરના દર્શન સમય અને શ્રધ્ધાળુઓની અવર જવરને ધ્યાન રાખીને તથા પુરતી સાવચેતી સાથે મંદિરના ભૂતળ પર સભા મંડપ અને નિજ મંદિર સહિતના અન્ય ભાગોને પણ જૂના પથ્થરોના બદલે નવા પથ્થરોથી પુનનિર્મિત કરવામાં આવશે. આ કામમાં ૧૮ કરોડ ખર્ચાવાનો અંદાજ છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અનુસાર, હજારો વર્ષ જૂના આ પ્રાચીન મંદિરનો જીર્ણાધ્ધાર સમયે સમયે થતો રહ્યો છે. પહેલાની જેમ આ વખતે પણ જીર્ણોધ્ધાર સમયે સમયે થતો રહ્યો છે. પહેલાની જેમ આ વખતે પણ જીર્ણોધ્ધારમાં બરડીયા ગામની ચોબારી ખાણના નામે ઓળખાતા ક્ષારીય પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવશે.
હજારો વર્ષોની પૌરાણિક ભૂમિ દ્વારકા મંદિરના જીર્ણોધ્ધાર માટે રાજયસભા સાંસદ પરિમલ નથવાણી, દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી, દ્વારકાધીશ પુજારી પરિવારના અધ્યક્ષ મુરલી ઠાકર, સાંસદ પુનમ માડમ પણ દિલ્હીની એએસઆઇ હેડ કવાર્ટર ઓફીસમાં કેટલીય વાર માંગણી કરી ચૂકયા છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
