તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
તાલાલા માર્કેટ યાર્ડમાં આ વર્ષે 5.96 લાખ કેસર કેરીના બૉક્સની આવક:500 ટનથી વધુ કેરી વિદેશમાં નિકાસ થઈ
તાલાલામાં 42 દિવસ સુધી ચાલેલી કેરીની સિઝનમાં આવક ગત વર્ષ કરતાં ઘટી

ગીર સોમનાથના ગીર વિસ્તારને કેસર કેરીના ગઢ તરીકે માનવામાં આવે છે. અહીં ની કેસર કેરી દેશ અને દુનિયામાં એક્સપોર્ટ થાય છે. એવામાં વર્તમાન કેસર કેરીની સિઝન આજે વિધિવત રીતે પૂર્ણ થઈ છે.
આશરે 42 દિવસ સુધી કેરીની સિઝન ચાલી હતી. આ 42 દિવસ દરમિયાન તાલાલા મેંગો માર્કેટમાં 5,96,700 કેસર કેરીના બોક્સની આવક થઈ હતી. ચાલુ વર્ષે અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટનથી વધુ કેરી એક્સપોર્ટ પણ થઈ છે.
બીજી તરફ ગત વર્ષોની તુલનાએ વર્તમાન વર્ષ કેરીની આવક 50 ટકાથી ઓછી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ચાલુ વર્ષ કેરીનું ઉત્પાદન ઓછું હોવાના કારણે ભાવ પણ સારા મળ્યા હોવાનું વેપારી અને ખેડૂતો જણાવી રહ્યા છે. 10KGના કાચી કેરીના બોક્સની 400થી 1400 સુધી બૉલી લાગી હતી. જ્યારે સરેરાશ ભાવ 600 થી 700 આસપાસ આંકવામાં આવ્યા છે
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
