તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર હુમલાનો મોરબીમાં વિરોધ, હિંદુ સંગઠનોએ આવેદન પાઠવ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં કાશ્મીરમાં હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર ક્રુરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી ખાતે હિંદુ સંગઠનોએ જીલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે
વિશ્વ હિંદુ પરિષદ મોરબી અને બજરંગ દળ દ્વારા આજે જીલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવી જણાવ્યું છે કે ૯ જુનના રોજ જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટારાથી શિવ ખોડી જતી હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર પાકિસ્તાન પોષિત આતંકીઓએ હુમલો કર્યો છે જેમાં ૧૦ નિર્દોષ હિંદુ શ્રદ્ધાળુઓના મોત થયા છે જમ્મુ કાશ્મીરમાં લાંબા સમયથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ દેશ સહન કરી રહ્યો છે કલમ ૩૭૦ હટાવ્યા બાદ એક આશા જાગી હતી પરંતુ આવા તત્વોનું મનોબળ હજુ ઓછું હતું નથી હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આતંકવાદીઓ પર નિર્ણાયક અને કઠોર કર્ય્વ્હાઈ કરવા માંગ કરવામાં આવી છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
