News of Thursday, 13th June 2024
જામનગરની જીજી હોસ્પિટલમાં ક્ષત્રિય યુવાન ધર્મરાજસિંહ ઝાલાની ક્રૂર હત્યા કરનારા ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ : જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ક્ષત્રિય યુવાનની હત્યા થઈ છે.
હોસ્પિટલના ડ્રેસિંગ રૂમ નજીક ધર્મરાજસિંહ સુરૂભા ઝાલા નામના યુવાન પર છરીના ઘા ઝીંકાતા યુવાન લોહીથી લોથપોથ થવા સાથે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતા જામનગર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલે દોડી ગયો હતો.
હત્યારાઓ હુમલો કરી ફરાર થઈ ગયા છે. જુના મનદુઃખને કારણે હુમલો કરાયો હોવાનું મનાય છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, અહેવાલ મુકુન્દ બદિયાણી, જામનગર.)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
