<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

પોરબંદરમાં સાતમ આઠમના લોકમેળાનું આયોજન અવઢવમાં

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩: આગામી શ્રાવણી માસમાં નગરપાલિકા દ્વારા સાતમ આઠમ લોકમેળો યોજાશે કે કેમ...? તે અંગે હજૂ અવઢવમાં  નગરપાલિકા દ્વારા દર વર્ષે જન્‍માષ્‍ટમી લોકમેળા અંગે પૂર્વ આયોજન થાય છે પરંતુ તાજેતરમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનાને લીધે આ દુઃખદ બનાવને ધ્‍યાને રાખીને મૃતકોનો મલાજો રાખવા મનોરંજન માટે લોકમેળાનું આયોજન અવઢવમાં મુકાયું છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ પહેલા વડોદરામાં બોટ ડુબી જવાથી ૭ થી વધુ વ્‍યકિતઓના મૃત્‍યું થયા હતાં આ પહેલા મોરબી પુલ તુટવાની દુર્ઘટના બની હતી. આ દુઃખદ બનાવો સંબંધે જાહેર હિતની એક અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજી સંબંધે હાઇકોર્ટે મોતનો મલાજો પાળવવો જોઇએ તેવુ઼ં માર્ગદર્શન આવ્‍યું હતું.

જુન માસના અંતમાં પોરબંદર નગરપાલિકાએ મહાનગરપાલિકામાં કાર્યરશત થઇ જાય તેવા સંકેત મળી રહ્યા છે. નગરપાલિકાએ મહાનગરપાલિકામાં ફેરવાય જાય તો પ્રારંભે વહીવટદારનું શાસન આવે ત્‍યારે વહીવટદારના શાસનમાં જન્‍માષ્‍ટમી લોકમેળા આયોજન અંગે નિર્ણય લઇ શકાશે કે કેમ...? તે પ્રશ્‍ન ચર્ચિત બન્‍યો છે હાલ પોરબંદર જન્‍માષ્‍ટમી લોકમેળાનું આયોજન અવઢવમાં છે.

(12:02 PM IST)