તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
કચ્છમાં કારતૂસ ભરેલી પિસ્તોલ વેંચવા નીકળેલો રાજસ્થાની શખ્સ ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૩: પૂર્વ અને પશ્ચિમ કચ્છ બન્ને પોલીસ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે વધતાં જતાં પડકાર વચ્ચે ગેરકાયદે શષાોની લેં વેંચના બનાવો વધ્યા છે. તે વચ્ચે મુન્દ્રા પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે રાજસ્થાની શખ્સ ને સડપી પાડયો હતો. મુન્દ્રાની ભૂખી નદીના પટમાં એક પરપ્રાાંતીય ઈસમ કારતૂસ, મેંગઝિન સાથે પિસ્તોલ વેંચવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી એક પિસ્તોલ, બે કારતૂસ, બે મેંગઝીન મળી ૨૧,૪૦૦ રૂ.ના મુદ્દામાલ સાથે ઝુજારામ કળષ્ણારામ જાટ રહેવાસી બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી હતી. મુન્દ્રા પીઆઇ જે.વી. ધોળા અને સ્ટાફે આ કામગીરી કરી હતી.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
