<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

લોધીકાના વાજડીવડ શ્રીનાથજી ની મઢી ઉપર

અગ્નિકાંડના મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પતા ૪૧ દિવસીય તપસ્‍યા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૩: વાજડીવડ શ્રીનાથજીની મઢી ઉપર  મહંત યોગી શ્રી  બ્રહ્મમલીન  સતગુરુ  મહંત યોગી દેવીનાથજી ગુરૂ યોગી બળવંતનાથજી ની પૂણ્‍યતિથિ નિમિત્તે મહંત યોગી શ્રી ધર્મનાથજી દ્વારા જીવમાત્ર કલ્‍યાણ વિશ્વ શાંતિ તેમજ વ્‍ય્‍ભ્‍ ગેમ ઝોન દુર્ઘટનામાં શિવ ચરણ પામેલા તમામ દિવંગત જીવાત્‍માની શાંતિ માટે ૪૧ દિવસીય શ્રીશ્રી પંચધૂની તપસ્‍યાનું આયોજન તા.૧૩/૬ જેઠ સુદ સાતમને ગુરૂવાર  રોજ તથા દિવંગતોની શાંતિ માટે પંચગ્રાસ કિડીને કણ પંખીને ચણ કબુતરોને દુધ ભાત, માછલાને લોટ તેમજ નિત્‍ય બટુક ભોજન નિર્ધાર કરીને દિવંગતોની આત્‍માઓને સાચી પૂણ્‍યરૂપી તથા તપોબલરૂપી  શ્રદ્ધાંજલિ અર્પણ કરીશુ

તેમજ તા.૧૩/૬ ના સાંજે ૬ વાગ્‍યે મહાપ્રસાદ તેમજ રાત્રે ભજન સંધ્‍યા ભજનિક મનહરદાન ગઢવી લોકગાયક જીજ્ઞેશ ગઢવી, ભજનિક અજયસિંહ ડાભી ભજન સંધ્‍યા પીરસસે તો તમામ ભક્‍ત પ્રેમી જનતાને પધારવા વાજડી વડ વાગુદડ રોડ શ્રીનાથજીની મઢી પધારવા મહંત યોગી શ્રી ધર્મનાથજીએ આમંત્રણ પાઠવ્‍યુ છે.

(10:53 AM IST)