તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
કચ્છના દરિયામાંથી ૪.૫૦ કરોડની કિંમતના ચરસના નવ પેકેટ મળ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : સૌરાષ્ટ્ર સાથે કચ્છના દરિયામાંથી બિનવારસુ ચરસ મળવાના સિલસિલા વચ્ચે આ બનાવો હજીય વણઉકેલ છે. તે વચ્ચે કચ્છના સૈયદ સુલેમાન ટાપુ ઉપરથી ચરસના ૯ પેકેટ મળી આવ્યા છે. બિનવારસુ મળેલ આ ચરસના જથ્થાની કિંમત ૪.૫૦ કરોડ છે. જખૌ મરીન પોલીસ અને એસઆરડી જવાનોને પેટ્રોલિંગ દરમ્યાન ચરસનો આ જથ્થો મળી આવ્યો હતો.
અગાઉ મળેલ ચરસના જથ્થો અને આ જથ્થો બન્ને અફઘાની પ્રકારનું ઉચ્ચ ચરસ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જોકે, વારંવાર ઝડપાતાં બિનવારસુ ચરસ ન જથ્થાની ફરિયાદ વચ્ચે અગાઉ પણ ઝડપાયેલ બિનવારસુ ચરસના જથ્થા અંગે પોલીસે હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરી ગુના ના મૂળ સુધી.પહોંચી શકી નથી
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
