<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

સતાધારના પૂ.વિજયબાપુની શ્રી સનાતન ધર્મ સંસ્‍થાન સેવા ટ્રસ્‍ટ-ભારતના સનાતન ધર્મ સભ્‍યપદે વરણી

 

રાજકોટ, તા., ૧૩: શ્રી સનાતન ધર્મ સંસ્‍થાન સેવા-ટ્રસ્‍ટ ભારતના સનાતન ધર્મ સભ્‍ય તરીકે પૂ. વિજયબાપુના વરણી કરવામાં આવી છે.

પૂ.અનંત શ્રી વિભુષીત પヘમિામ્‍નાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી  મહારાજશ્રી અધ્‍યક્ષ, ભારત અને પ.પૂ.મુકતાનંદજી મહારાજ બ્રહ્માનંદ આશ્રમ, ચાંપરડા, કાર્યકારી અધ્‍યક્ષ ભારત દ્વારા શ્રી સનાતન ધર્મ સંસ્‍થાન સેવા ટ્રસ્‍ટ ભારત કૈલાસધામ પેથાપુર તા.જી.ગાંધીનગર દ્વારા આ નિમણુંક આપવામાં આવી છે.

સનાતન ધર્મ, સંસ્‍કૃતિનું રક્ષણ અને સંવર્ધનને સમર્પિત શ્રી સનાતન ધર્મ સંસ્‍થાન સેવા ટ્રસ્‍ટ-ભારત દ્વારા શ્રી પ.પુ. વિજયદાસબાપુ સતાધાર આપને ભારતના વિશેષ પદ સનાતન ધર્મ સભ્‍યશ્રી તરીકે નિમણુંક આપવામાં આવેલ છે. મહર્ષિ અને ઋષિઓની આ પાવન પરંપરાને અવિરત ગતી આપતા સનાતન ધર્મ, સંસ્‍કૃતિના રક્ષણને સંવર્ધન માટેના પાવન ભગીરથ કાર્યમાં આપનું યોગદાન યશસ્‍વી સાબીત થાય તેવી પરમ કૃપાળુ સર્વશકિતમાન પરમાત્‍માને પ્રાર્થના સહ ઉજ્જવલ ભવિષ્‍યની હાર્દિક શુભેચ્‍છાઓ.

(11:35 AM IST)