News of Thursday, 13th June 2024
જામનગરમાં સિંધી ભાનુશાલી સમાજ દ્વારા છડી સાહેબ મહોત્સવ ની ઉજવણી : ગુરુ મૂળજી રાજા કાપડીની ઉપસ્થિતિ
ત્રિદિવસીય છડી મહોત્સવની ઉજવણીમાં હવન,બીડું હોમ, ધ્વજારોહણ, મહાઆરતી, જ્ઞાતિ સમૂહ ભંડારા પ્રસાદ, વાજતે ગાજતે શોભાયાત્રામા સમગ્ર સિંધી ભાનુશાલી સમાજના હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ : જામનગર શહેર ખાતે વસવાટ કરતા સિંધી ભાનુશાલી સમાજ દ્વારા પરમ પુજનીય સંત શ્રી દાદા પારબ્રહ્મ સાહેબ ની વર્ષી મહોત્સવ "છડીસાહેબ" મહોત્સવ ની કરછ ના ધ્રંગ ખાતે ના મેકરણ દાદા ની 11 મી ગાદીનશિન ગુરુ મૂળજી રાજા કાપડી ની ઉપસ્થિતિ માં ઉજવણી કરવામાં આવી હતી.
જેઠ પાંચ - છઠ્ઠ - સાતમ ની તીથી મુજબ ત્રી દિવસીય છડી મહોત્સવ ની ઉજવણી માં તા 12 ના રોજ સવારે હવન સાથે બીડું હોમવામાં આવ્યું ત્યાર બાદ ધ્વજા રોહણ કરી મહા આરતી બાદ જ્ઞાતિ સમૂહ ભંડારા પ્રસાદ નું આયોજન કરાયું હતું સાંજે વાજતે ગાજતે શોભાયાત્રા નું સુંદર આયોજન કરાયું જેમાં સમગ્ર સિંધી ભાનુશાલી સમાજ હજારો ની સંખ્યામાં જોડાયુ હતુ.
આમ સાતમ સુધી ધાર્મિક રીવાજ સાથે આ છડી સાહેબ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવતી હોય છે જે બાદ દાદા પરબ્રહ્મ સાહેબ ની ત્રિશૂળ છડી સાહેબ ને ગળી બિરાજમાન કરાવી મહોત્સવ ની સમાપ્તિ કરવામાં આવે છે.
આ તકે જામનગર સિંધી ભાનુશાલી સમાજ દ્વારા સમાજ ની બન્ને પંચાયતો સિંધી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ નાનો ટાંકો અને મોટો ટાંકો દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. સમગ્ર આયોજન ને સફળ બનાવવા બંને પંચાયત ના પ્રમુખ કિશોર કોડવારા( નાનો ટાંકો )અને મિતેષ ભદ્રા ( મોટો ટાંકો ) ના માર્ગદર્શન હેઠળ સમાજની કારોબારી ટીમ તથા નવયુવક મંડળ - મહિલા મંડળ દ્વારા ઉઠાવવામાં આવી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
