<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ઓખા માછીમાર ઉદ્યોગ સાથે વેપાર ઉદ્યોગને બે મહિનાનું લાંબુ વેકેશન

સુદર્શન પુલ બનતા વહાણવટી સાથે હજારો વેપારીઓ બેકાર બન્‍યા

(ભરતભાઇ બારાઈ દ્વારા) ઓખા,તા.૧૩ : ઓખા ગુજરાત મેરી ટાઈમ બોર્ડના ૪૦૦ કર્મચારી નિવળત થયા અને સુદર્શન બ્રિજ બન્‍યા બાદ ઓખા બેટ દ્વારકા પેન્‍સિજર જેટી પર ૧૭૦ જેટલી બોટો બંધ થતા ૭૦૦ જેટલા ખલાસી પરિવારો સાથે જેટી પરના ૨૦૦ વેપારી પરોવારો બેરોજગાર બન્‍યા.

ત્‍યારે હવે માનસૂન સીઝન ને કારણે માછીમારોને ૨ મહિના આ ઉદ્યોગ ને વેકેશન પડતા હજારો માછી મારો સાથે અનેક નાના મોટા વેપારીઓ બે રોજગાર બન્‍યા છે. હવે જો સરકાર શ્રી દ્વારા આ માછીમાર ઉદ્યોગને બચાવવાં તુરત કોઈ પગલાં નહિ લેવાઈ તો લાખો પરિવારો બેરોજગાર બનશે અને ઓખા ગામથી વેપારી ઓને હીજરત કરવી પડશે.

અત્‍યારે ઓખા બેટ દ્વારકાથી સલાયા સુધી નો ૧૨૦ કિ મી નો દરિયા કિનારો રેઢો પડ પડેલ છે. જ્‍યાં ભૂમાફિયા ઓ દ્વારા કરોડો રૂપિયાના ભાડાની લૂંટ ચલાવાય છે.. અહી સરકાર શ્રી ને વિદેશી હુંડીયામણ સિવાય કોઈ આવક નથી. અહી પાક્કા બાંધકામ ની મનાઈ હોવા છતાં હજારો દંગા અને દુકાનો સાથે કરોડો રૂપિયાની અનેક જેટીઓ બની ગઈ છે..

આ કિનારો સુરક્ષા ની દ્રષ્ટિ એ પણ સંવેદન શીલ ગણાય છે.. ત્‍યારે સરકાર શ્રી સાથે ઇન્‍ડિયન નેવી, કોષ્ટગાર્ડ જેવી સુરક્ષા એંજન્‍સી એ પણ તુરત ઘટતું કરવા લોક માંગ ઉઠી છે.

(12:08 PM IST)