તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
ગોંડલમાં કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા
૧૧૦ બોટલ દારૂ અને કાર સહિત ૬.૨૭ લાખના મુદામાલ સાથે જુનાગઢના જીજ્ઞેશ અને જેતપુરના ભાવેશની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો અને દારૂનો જથ્થો નજરે પડે છે.
રાજકોટ તા.૧૩: ગોંડલમાં રૂરલ એલસીબીએ કારમાં દારૂના જથ્થા સાથે નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા હતા.
ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ દારૂ/જુગારની પ્રવૃતિઓ સદંતર નાબુદ કરવા સુચનાઓ આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા, પો.સ.ઇ. એચ.સી. ગોહિલ તથા પો.સ.ઇ. ડી.જી. બડવાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, રોહીતભાઇ બકોત્રા, વકારભાઇ અરબ પો.કોન્સ.પ્રકાશભાઇ પરમાર, મેહુલભાઇ સોનરાજનાએ ગોંડલ સીટી એ ડીવી. પો.સ્ટેશન વિસતારના ઘોઘાવદર રોડ પરથી કારમાં (૧) જીજ્ઞેશ મનસુખભાઇ પટોળીયા રહે.વડાલ બસસ્ટેન્ડ પાછળ, તા.જી.જુનાગઢ તથા (ર) ભાવેશ ઉર્ફે નાગજીભાઇ હરિભાઇ ભુવા રહે. જેતપુર મોઢવાડી જુનો રૂપાવટી રોડ રામનાથ મંદિરને વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ-૧૧૦ કી.રૂ.૧,૦૬૨૦૦/, મોબાઇલ ફોન નંગ-ર, કી.રૂ.૧,૫૦,૦૦૦/- રોકડ રૂપિયા ૬૦૫૦/- તથા મહિન્દ્રા એસયુવી કાર કી.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૨૭,૨૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના બ્રિજરાજસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.હેડકોન્સ.દિગ્વિજયસિંહ રાઠોડ, અનીલભાઇ ગુજરાતી, પો.કોન્સ.પ્રકાશભાઇ પરમાર તથા મેહુલભાઇ સોનરાજ જોડાયા હતા.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
