<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

કરોડો રૂપિયાના વાહનો ડિટેઇનઃ તળાજા પંથકમાં ખનન માફિયાઓ પર અડધી રાત્રે પોલીસ ત્રાટકી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર તા.૧૩: તળાજા પંથકનો દરિયા કિનારો હોય,ગૌચરણ કે ડુંગરાળ જગ્‍યા હોય કે નદી.ખનન માફિયાઓ પોતાની જાગીર હોય તે રીતે બેફામ રીતે દિવસ રાત ખનન કરે છે.સાથે જ્‍યાં કહો ત્‍યાં રેતી માટી પહોંચાડી આપેછે.આવા તત્‍વો પર ગઈકાલ રાત્રે આઈ.પી.એસ  પ્રોબેશનલ ડી.વાય.એસ.પી જૈન એ તળાજા પંથકમાં રાત્રે રેડ કરી ને દાઠા અને અલંગ પોલીસ મથકમાં ડિટેઇન કરેલ વાહનો સોંપી કાયદેસર ની કાર્યવાહી કરીહતી.

ગઈકાલ રાત્રીના બારેક વાગ્‍યા બાદ ખનન માફિયાઓ પર તંત્ર ત્રાટકયું ના ફોન રણકતા થયા હતા.વ્‍યાપક ફરિયાદ ના પગલે વર્ષો પહેલા જિલ્લા પોલીસ વડાને ખુદને તળાજા દોડીઆવી ને ખનન કર્તાઓ સામે કાર્યવાહી કરવી પડીહતી.તે સમયે ભ્રષ્ટતા કહો કે ફરજમાં બે દરકારી સામેંઆવી હતી.વર્ષોબાદ તળાજા વિભાગીય પોલીસ વડા IPS અંશુમન જૈન દ્વારા ગઈકાલ રાત્રે રેડ કરવામાં આવી હતી.

તેઓએ જણાવ્‍યું હતુ કે વ્‍યાપક પ્રમાણમાં લોકોની ફરિયાદ રજુઆત પોતાના પાસે પહોંચી હતી.જેને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમા અમુક પાસે લિઝ પરમીટ હતી પરંતુ ઓવર લોડેડ વાહનો હતા.દરિયાની રેતી,માટી સહિત ખનીજ હોય દાઠા પો.સ્‍ટે મા ચાર અને અલંગ પો.સ્‍ટેમાં નવ વાહનો ડિટેઇન કરી ખનીજ તંત્ર ને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.ડિટેઇન કરેલ વાહનોમા ટ્રક,ટોરસ,લોડર,જેસીબી ઇટાચી નો સમાવેશ થાય છે.તમામ વાહનો ની કિંમત કરોડો રૂપિયાની થાયછે.

IPS અંશુમન જૈન એ ખનીજ વહન કરતા વાહનો ડિટેઇન કર્યા છે તે વાહનો વીમા વગર ચાલે છેકે કેમ તે સહિતની તપાસ કરવી રહી.

(12:13 PM IST)