<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

વસવાયા સમાજ દ્વારા સગીરાને ઉઠાવી જનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે કોડીનાર મામલતદાર ને આવેદન

બે દિવસમાં દીકરી તેમના પરિવારને નહીં મળે તો આંદોલનઃ સોમનાથ મંદિરેથી વિશાળ સંખ્‍યામાં રેલી કાઢી

કોડીનાર, તા.,૧૨: કોડીનારના સર્વે વસવાયા સમાજની એક સગીર વયની દીકરીને તેની બાજુની શેરીમાં રહેતા એક યુવાને ધાક ધમકી લોભ અને લગ્નની લાલચ આપીને ભગાડી ગયા અંગેની સગીરાના પિતાએ આપેલી પોલીસ ફરિયાદમાં છાવરવાના કરેલા પ્રયાસ સામે  કોડીનારના સર્વે વસવાયા સમાજ દ્વારા કોડીનાર સોમનાથ મંદિરે ભેગા થઈ વિશાળ સંખ્‍યામાં રેલી યોજી આવેદનપત્ર કોડીનાર મામલતદારને આપ્‍યું હતું.

કોડીનાર માં રહેતી ૧૬ વર્ષ અને આઠ મહિનાની દીકરીને ચેતન ભીમા ભાલીયા નામનો યુવાન લગ્નની લાલચ લોભ અને ધાગધમકી આપીને બદ કામ કરવાના ઇરાદે ગત તારીખ ૧૦ ના રોજ ભગાડી જવા અંગે પોલીસમાં ફરિયાદ આપી હતી જે અંગે પોલીસે કલમ ૩૬૩ અને ૩૬૬ મુજબ ધોરણ સર ફરિયાદ નોંધ હતી પરંતુ આરોપી સામેની પોસ્‍કોની કલમ નોંધવામાં બેદરકારી રાખી હતી. આવેદનપત્ર પાઠવીને પોલીસની કામગીરી સામે ભારોભાર રોષ વ્‍યક્‍ત કર્યો હતો. આરોપી  દારૂના ધંધા સાથે સંકળાયેલ હોવા ઉપરાંત માથાભારે અને ઘાતકી સ્‍વભાવનો હોય અને રાજ્‍કીયવગ પણ ધરાવતો હોય ે પગલાં લેવા ઉપરાંત આરોપીને તુરત જ ઝડપી લેવા તેની સામે પોસ્‍કોની કલમ લગાડી સગીરાને છોડાવવા માંગણી કરી છે અન્‍યથા જનજાગરણ, આંદોલાત્‍મક કાર્યક્રમ અને કાનૂની પગલા લેવા આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે

(12:18 PM IST)