<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

સમયસર વરસાદની આશાએ કોરામાં કપાસીયા વાવી દીધા પણ અમરેલી જીલ્લામાં સમયસર વરસાદ ન થતા કપાસીયા નિષ્‍ફળ : ખેડુતોને નુકશાન

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૩ : અમરેલી જીલ્લામાંદર વર્ષની જેમ વરસાદની અપેક્ષાએ ખેડુતોએ પોતાના ખેતરમા કોરામાં કપાસીયા સોંપી દીધા પછી લાંબા સમય સુધી વરસાદ પડતા કપાસીયા ફુટી નીકળ્‍યા હતા અને ફટાકીયા બની જતા ખેડુતો માટે માથે ઓઢી રોવું પડે તેવી સ્‍થિતિ સર્જાય છે.

અમરેલીજીલ્લાના ચલાલા, લીલીયા, કેરીયાચાડ, લાઠી, ખાંભા, સહિતના વિસ્‍તારોમાં આ મુશ્‍કેલી સર્જાય હતી. હવે ખેડુતોએ કપાસીયા લઈ ફરીથી વાવેતર કરવું પડે તેવી અમરેલી જીલ્લામાં સ્‍થિતિ સર્જાય છે. સમયસર વરસાદ ન થતા ખેડૂતોના મોંએ આવેલ કોળીયો ઝુંટવાઈ ગયા. જેવી હાલતમાં ખેડૂતો પરેશાન છે.

(1:43 PM IST)