તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
ટંકારામાં પીજીવીસીએલના કર્મચારીને તા.પં.ના ભાજપના સભ્ય સહિતે બે એ મારમાર્યો
લાઇટના ધાંધીયાની કાયમી હેરાનગતિ છે ..તેમ કહી તા.પં.ના સભ્ય સલીમ અબ્રાણી સહિત બે સામે એટ્રોસીટી એકટ સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો

તસ્વીરમાં ઇજાગ્રસ્ત કર્મચારી અને પીજીવીસીએલનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ જયેશ ભટ્ટાસણા દ્વારા)
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા,તા. ૧૩: મોરબી નાકા નજીક ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય એક અજાણ્યા શખ્સે ભેગા મળીને લાઈટ રીપેરીંગ કરતા PGVCL ના આસી-હેલ્પર સાથે માથાકૂટ કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા શહેરના સિટી ફિડરમાં તારીખ ૧૨ જુનના બપોરના પોણા બારેક વાગ્યાના સુમારે ફરીયાદી મિથુનભાઈ રાઠોડ કર્મચારી પિજીવિસીએલ આસી હેલ્પર ટંકારા સાથી કર્મચારી સાથે મોરબી નાકા નજીક આવેલ સીટી ફિડરમાં ફોલ્ટ રીપેરીંગ કામ કરી રહ્યા હતા એવા ટાણે આરોપી નંબર ૧ સલિમ હાસમભાઈ અબ્રાણી અને એક અજાણ્યો શખ્સ બાઇક પર આવી ફરિયાદીને લાઈટ જતી રહી છે અને આ તમારી કાયમની હેરાનગતિ છે એવુ કહી જેમ ફાવે તેમ ગાળો બોલતા ફરીએ ગાળો ન બોલવા અને ફયુઝ બદલી ગયો છે હમણા પાવર પુરવઠો શરૂ થઈ જશે નુ કહેતા આરોપી નંબર ૧ ઉશ્કેરાઈ જઈ ફરીનો કોલર પકડી આરોપી નંબર ૨ એᅠ ઢીકાપાટુ નો માર મારી ૨૦૦ એમ્પિયર નો ફયુઝ ઉપાડી વાસામા મારતા ઇજા પહોચાડી હતી. અને જ્ઞાતી પત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ 3(1)(r),3(1)(s),3(2)(va)તથા આઈ પી સી સેકશન ૩૩૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી પી એ ૩૭(૧),૧૩૫ ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ᅠ
વધુમાં જાણવા મળ્યું હતું કે ધાયલ થયેલ ફરીયાદીને હાથમાં દુખાવો થતો હોય પ્રાથમિક સારવાર માટે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને વધુ સારવાર માટે મોરબી ખસેડયા હતાં બનાવ પગલે મોટી સંખ્યામાં પિજીવિસીએલ ના કર્મચારીઓ એકત્ર થઇ ગયા હતા અને હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી આરોપી સલિમ અબ્રાણી ટંકારા તાલુકા પંચાયતમાં ટંકારા ટોળ બેઠક પરથી ભાજપ પેનલના ચુંટાયેલા સભ્ય છે. ત્યારે લાઈટ ફોલ્ટ બાબતે અધિકારીને ફરીયાદ કરવાને બદલે ફોલ્ટ રિપેરીંગ કરનાર હેલ્પર સાથે માથાકૂટ કરતા મામલો બિચક્યો હોવાનું જાણવા મળ્યું છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
