તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
જુનાગઢની ઘટના આકસ્મિક હતી, પુર્વયોજીત નહોતી : જયરાજસિંહ જાડેજા
અમારા તરફથી બંધનું એલાન ન હતુ છતા બંધ પાળવામાં આવ્યુ

ગોંડલ,તા.૧૩ : ગોંડલમાં દલિત સંમેલન બાદ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ પત્રકાર પરિષદ ભરી જણાવ્યુ કે જુનાગઢ માં બનેલી ઘટના આકસ્મિક હતી. પુર્વયોજીત નહોતી. હું જુનાગઢનાંએ પરીવારને ઓળખતો પણ નથી કે મારે તેઓ સાથે કોઈ વાંધો પણ નથી. તેમ છતા કોઇને મારા કે પરીવાર થી તકલીફ હોય તો મને કોઈ વાંધો નથી.
તેમણે કહ્યુ કે અમારા તરફ થી બંધ નું એલાન અપાયુ નહોતુ તેમ છતા ગોંડલ તથા ગામડાઓ અને માર્કેટ યાર્ડ દ્વારા અમને સમર્થન આપ્યુ તે બદલ હુ તેમનો આભારી છુ.ખાસ કરી ગોંડલ નાં દલીત સમાજ નો આભાર માની જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે દલીત સમાજ નાં આગેવાનો મારાં સંપર્ક મા હતા.અને મને ખુલ્લુ સમર્થન જાહેર કર્યુ હતુ.મારા જાણવા મુજબ આગેવાનો રેલીમાં પણ જોડાયા નથી.
સંમેલનમાં જયરાજસિહ વિષે કરાયેલી ટિપ્પણીઓ અંગે જયરાજસિહે કહ્યુ કે રેલી કે સભામાં મારા વિષે કોઈ બોલે તો મને નથી લાગતુ કે મારે જવાબ આપવો જોઈએ તેનાં લેવલમાં અને મારાં લેવલમાં ઘણો ફર્ક છે.
સોશિયલ મીડીયા માં ગણેશ અને જયરાજસિહ વિષે ચાલી રહેલી ચર્ચાઓ અંગે તેમણે કહ્યુ કે ચાલી રહેલા ભ્રામક અપ-ચાર નો જવાબ ગોંડલ ની જનતા આપશે.અમદાવાદ કે કોઈ અન્ય જગ્યાનું મીડિયા ગોંડલ વિષે સર્ટીફીકેટ આપે તે યોગ્ય નથી.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
